અર્શદીપ સિંહે તેની સ્ટાઇલમાં મૅચ બાદ વૈભવ સૂર્યવંશીએ કરેલી ધુલાઈ વિશે લાગણી વ્યક્ત કરી...
અર્શદીપ સિંહ
મંગળવારે પંજાબનો નંબર વન બોલર અર્શદીપ સિંહ ચાર ઓવરમાં ૬૮ રન આપીને સૌથી મોંઘો સાબિત થયો હતો. વૈભવ સૂર્યવંશી સામે અર્શદીપે પહેલા બે બૉલ ડૉટ નાખ્યા હતા, પણ ત્યાર બાદ તેની બરાબરની ધુલાઈ થઈ હતી અને એ પછીના ચાર બૉલે બે સિક્સ અને બે ફોર તેણે ફટકારી હતી. જોકે ત્યાર બાદ તેણે સૂર્યવંશીને આઉટ કરી દીધો હતો.
મૅચ બાદ સોશ્યલ મીડિયામાં યશસ્વી જાયસવાલ સાથેની વાતચીતનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં અર્શદીપ કહી રહ્યો હતો કે વૈભવ મેદાન બહાર તો પ્રેમથી ભાઈ, ભાઈ કહેતો હોય છે પણ મેદાનમાં ૩૫ રન ફટકારીને હાલત ખરાબ કરી નાખે છે.
