Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિવારે વૈભવ સૂર્યવંશી વાનખેડે ગજાવશે તો તૂટી જશે ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકૉર્ડ

રવિવારે વૈભવ સૂર્યવંશી વાનખેડે ગજાવશે તો તૂટી જશે ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકૉર્ડ

Published : 21 May, 2026 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 ટુર્નામેન્ટની એક સીઝનમાં ૫૦ પ્લસ સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બૅટર બન્યો, હવે કૅરિબિયન જાયન્ટના હાઇએસ્ટ ૫૯ સિક્સરના કારનામાથી માત્ર ૬ સિક્સર દૂર...

વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


એક અઠવાડિયા સૂધી શાંત રહ્યા બાદ ૧૫ વર્ષનો બિહારી બૉય વૈભવ સૂર્યવંશી મંગળવારે ફરી વિફ્યોર઼્ હતો. ઘરઆંગણે રાજસ્થાનની છેલ્લી અને મસ્ટ વિન મૅચમાં વૈભવે ૩૮ બૉલમાં ૧૦ સિક્સર અને ૭ ફોર સાથે ફટકારેલા ૯૩ રનને લીધે ટીમે શાનદાર જીત મેળવી હતી જ્યારે તે ફરી ટૉક ઑફ ધ ટાઉન બની ગયો હતો. રાજસ્થાનની જીત કરતાં વૈભવની ઇનિંગ્સની અને તેના અનોખા સેલિબ્રેશનની જ ચારેકોર ચર્ચા થઈ રહી છે.

વૈભવની કમાલ
૧૦ ગગનચુંબી સિક્સરોને લીધે આ સીઝનમાં વૈભવની સિક્સરોનો આંકડો ૫૩ થઈ ગયો છે. આ સાથે IPLમાં તેમ જ T20 ટૂર્નામેન્ટની એક જ સીઝનમાં સૌથી વધુ તેમ જ ૫૦ પ્લસ સિક્સર ફટકારનાર તે પ્રથમ ભારતીય બૅટર બની ગયો છે. તેણે અભિષેક શર્માએ ૨૦૨૪માં બનાવેલા હાઇએસ્ટ ૪૨ સિક્સરના રેકૉર્ડને તોડી નાખ્યો હતો.

આ મામલે ઓવરઑલ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલે ૨૦૧૨માં ૫૯ સિક્સરો સાથે ધમાલ મચાવી હતી. વૈભવ હવે ૧૪ વર્ષથી અકબંધ આ રેકૉર્ડથી માત્ર ૬ સિક્સર દૂર છે અને તેણે હવે રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે છેલ્લી લીગ મૅચમાં વાનખેડે સ્ટેડિયમમાં રમવાનું છે. વૈભવ મંગળવારે ૧૦ સિક્સર સાથે વેસ્ટ ઇન્ડીઝના જ આન્દ્રે રસેલ (બાવન સિક્સર)ને પછાડીને બીજા નંબરે આવી ગયો હતો એમ જ રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ તે ગેઇલને પણ પાછળ રાખીને એક નવો ઇતિહાસ રચી દેશે એવી ચાહકોને આશા છે.

યંગેસ્ટ ૫૦૦ પ્લસ રન કરનાર બૅટર
૯૩ રનની ઇનિંગ્સ સાથે આ સીઝનમાં વૈભવના કુલ રનનો આકંડો ૫૭૯ રનનો થઈ ગયો હતો. મંગળવારે પ્રથમ ઇનિંગ્સમાં ૯૬ રનની ઇનિંગ્સ વડે હાઇએસ્ટ ૫૬૩ રન સાથે ઑરેન્જ કૅપ પહેરનાર મિચલ માર્શ પાસેથી વૈભવે બે જ કલાકમાં આ કૅપ છીનવીને પહેરી લીધી હતી. ઉપરાંત IPLમાં એક સીઝનમાં ૫૦૦ રન બનાવનાર યંગેસ્ટ ખેલાડી બની ગયો હતો. તેણે ૨૦૧૮માં ૨૦ વર્ષની ઉમંરે આવી કમાલ કરનાર રિષભ પંતના રેકૉર્ડને તોડી નાખ્યો હતો.

વૈભવ T20 ટૂનાર્મેન્ટમાં ૫૦૦ રન કરનાર યંગેસ્ટ બૅટર પણ બની ગયો હતો. આ પહેલાં આ રેકૉર્ડ ભારતના દેવદત્ત પડ્ડિકલના નામે હતો. પડ્ડિકલે ૨૦૧૯-૨૦૨૦ની સીઝનમાં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં ૧૯ વર્ષની ઉંમરે ૫૮૦ રન ફટકારીને કમાલ કરી હતી. વૈભવે માત્ર ૧૫ વર્ષ એક મહિનો અને ૨૩ દિવસની ઉંમરે કમાલ કરીને નવો ઇતિહાસ રચ્યો હતો.

વૉર્નરનો રૅકોર્ડ પણ ખતરામાં
રવિવારે ગેઇલ ઉપરાંત ઑસ્ટ્રેલિયન લેજન્ડ ડેવિડ વૉર્નરનો રેકૉર્ડ પણ ખતરામાં છે. પાવરપ્લે (૧થી ૬ ઓવર)માં એક સીઝનમાં સૌથી વધુ ૪૬૭ રનનો રેકૉર્ડ વૉર્નરના નામે છે જે તેણે ૨૦૧૬માં બનાવ્યો હતો. આ સીઝનમાં વૈભવના પાવરપ્લેમાં સેકન્ડ હાઇએસ્ટ ૪૨૬ રન બની ગયા છે અને વૉર્નરથી તે માત્ર ૪૧ રન પાછળ છે. આ મામલે થર્ડ-હાઇએસ્ટ ટ્રૅવિસ હેડના ૪૦૨ રન છે જે તેણે ૨૦૨૪માં બનાવ્યા હતા. ભારતીયોમાં આ પહેલાં સાઈ સુદર્શનના ૪૦૨ રન હાઇએસ્ટ હતા જે તેણે ગઈ સીઝનમાં બનાવ્યા હતા.

વૈભવનાં અન્ય કારનામાં
૨૨૦ બૉલમાં IPL સીઝનમાં સૌથી ઝડપી ૫૦૦ રન ફટકારનાર પ્લેયર બની ગયો.

IPL સીઝનમાં સૌથી ઝડપી ૫૦ સિક્સરનો રેકૉર્ડ પણ તેના નામે થઈ ગયો હતો. તેણે માત્ર ૨૩૬ બૉલમાં આ કમાલ કરીને આન્દ્રે રસેલના ૨૩૭ બૉલના કારનામાને તોડી નાખ્યો હતો. ગેઇલને આ માટે ૪૩૦ બૉલ રમવા પડ્યા હતા.

વૈભવે IPL સીઝનમાં ૫૦૦ પ્લસ રન હાઇએસ્ટ ૨૩૬.૩ના સ્ટ્રાઇક-રેટ સાથે કરીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. તેણે ૨૦૧૯માં રસેલના ૨૦૪.૮ના સ્ટ્રાઇક-રેટના રેકૉર્ડને તોડી નાખ્યો હતો.

IPL ઇનિગ્સમાં ૧૦ કે એથી વધુ સિક્સરની કમાલ વૈભવે મંગળવારે ત્રીજી વાર કરી હતી, જ્યારે સૌથી વધુ ચાર વારનો રેકૉર્ડ ગેઇલના નામે છે.

એક સીઝનમાં સૌથી વધુ સિક્સરો

પ્લેયર

સીઝન

સિક્સર

ક્રિસ ગેઇલ

૨૦૧૨

૫૯

વૈભવ સૂર્યવંશી

૨૦૨૬

૫૩

આન્દ્રે રસેલ

૨૦૧૯

૫૨

ક્રિસ ગેઇલ

૨૦૧૩

૫૧

જોસ બટલર

૨૦૨૨

૪૫



 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK