અમ્રિતસરના સુખપાલ સિંહ ૨૦૦૨માં જપાન હતા. ત્યાં સેશી તાકાહાટા સાથે લગ્ન કર્યાં.
પંજાબી પિતા અને જપાની પુત્ર ૧૯ વર્ષે મળ્યા
કૉલેજમાં ફૅમિલી ટ્રી બનાવવાની ઍક્ટિવિટીને કારણે ૧૯ વર્ષે પંજાબી પિતા અને જપાની પુત્ર ભેગા થઈ શક્યા હતા. અમ્રિતસરના સુખપાલ સિંહ ૨૦૦૨માં જપાન હતા. ત્યાં સેશી તાકાહાટા સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરો પણ જન્મ્યો, પરંતુ મતભેદ થતાં ૨૦૦૭માં સુખપાલ પાછા અમ્રિતસર આવી ગયા. અમ્રિતસર આવી ગયા પછી તેમણે બીજાં લગ્ન કર્યાં અને અહીં એક દીકરી જન્મી.

ADVERTISEMENT
સુખપાલનો જપાની દીકરો રીન તાકાહાટા પિતા વિશે પૂછતો, પરંતુ માતા કોઈ જવાબ આપતી નહોતી, પરંતુ ઓહાયો યુનિવર્સિટી ઑફ આર્ટ્સમાં તેને ફૅમિલી ટ્રી બનાવવાનું હતું એટલે રીન પપ્પાનો ફોટો અને જૂનું સરનામું લઈને અમ્રિતસર આવી પહોંચ્યો. ત્યાં લોકોને ફોટો બતાવી, સરનામું પૂછતાં-પૂછતાં રક્ષાબંધનના આગલા દિવસે રીનને પપ્પા સુખપાલનો ભેટો થઈ ગયો અને ૧૦ વર્ષ પછી બન્ને એકબીજાને વળગી પડ્યા. સુખપાલ સિંહે દીકરાને પરિવાર સાથે પણ મુલાકાત કરાવી.


