Viral Video: જન્મદિનની ઉજવણી દરમિયાન કેકની મીણબત્તી સાથે ટચ થતા જ ફુગ્ગામાં વિસ્ફોટ થયો. સમગ્ર ઓરડામાં ફેલાઈ આગ! વિયેતનામના હનોઈ (Hanoi) શહેરનો આ હચમચાવી નાખે તેવો વીડિયો આવ્યો સામે.
વિયેતનામમાં જન્મદિન ઉજવણી દરમિયાન ભયાનક વિસ્ફોટ (સૌજન્ય: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- કેક પરની મીણબત્તી બુઝાવતા જ ફુગ્ગા ફુટ્યા, રૂમ ધુમાડાથી ભરાઈ ગયો
- હાઇડ્રોજન ગૅસ ભરાયેલા ફુગ્ગાઓએ કર્યો ભયાનક વિસ્ફોટ
- એક યુવતી દુર્ઘટનામાં ફસાઈ ગઈ
જો તમે પણ જન્મદિન કે અન્ય કોઈ પાર્ટી ફંક્શનમાં ફુગ્ગા સાથે મસ્તી કરવાના શોખીન હોવ તો, તો આ વીડિયોને એકવાર જરૂર જુઓ. તાજેતરમાં વાયરલ થયેલો વિડીયો માત્ર હચમચાવી દે તેવો જ નથી, પણ લોકોને સાવચેત પણ કરી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ ફુગ્ગા સાથે થોડી વધુ સાવધાની રાખશો. વીડિયોમાં જોઈ શકાય છે કે, જન્મદિનની ઉજવણી દરમિયાન જ્યારે બર્થ-ડે ગર્લ કેક પર રાખેલી મીણબત્તીઓ બુઝાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક જ એક જોરદાર વિસ્ફોટ થાય છે અને આખો રૂમ ધુમાડાથી ભરાઈ જાય છે.
જન્મદિનની ઉજવણી ભારે પડી!
ADVERTISEMENT
આ ભયાનક વીડિયો વિયેતનામના હનોઈ (Hanoi) શહેરનો છે, જ્યાં આ દુર્ઘટના બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં દેખાય છે કે, એક યુવતી ખુશી-ખુશી કેક સાથે ફોટો લઈ રહી હતી, પરંતુ એક પળમાં બધું બદલાઈ જાય છે. 14 ફેબ્રુઆરીના રોજ ગિયાંગ ફામ નામના યુઝરે આ વીડિયો શૅર કર્યો હતો, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો છે.
View this post on Instagram
ફુગ્ગામાં ભરેલો હાઇડ્રોજન ગેસને કારણે ભયાનક વિસ્ફોટ થયો
આ બર્થડે પાર્ટી એક રેસ્ટોરન્ટમાં યોજાઈ હતી, જ્યાં ફૂગ્ગાઓથી ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું હતું. બર્થડે ગર્લે ખાસ આ માટે વધુ ફુગ્ગાઓ ખરીદ્યા હતા, જ્યારે કેક પર સજેલી મીણબત્તીઓનો શોખ ભયાનક પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો, ત્યારે લોકો માટે આ દ્રશ્ય હચમચાવી કરનારું હતું. જેમ જ ફુગ્ગા કેકની મીણબત્તી સાથે સંપર્કમાં આવ્યા, તેમ જ એક ભયાનક વિસ્ફોટ થયો અને આસપાસ આગ ફેલાઈ ગઈ.
આગની જ્વાળાઓ વચ્ચે બર્થડે ગર્લને લપેટાઈ ગઈ!
વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આકસ્મિક વિસ્ફોટ બાદ બર્થડે ગર્લ બચવાના પ્રયાસો કરતી નજરે પડે છે. તે તરત જ ફુગ્ગાઓને ફેંકી દે છે અને પોતાનો ચેહરો હાથથી ઢાંકી લે છે. ત્યાં હાજર અન્ય લોકો પણ ભયભીત થઈ જતા દેખાય છે. છોકરીનું નસીબ સારું હતું કે તે આ પરિસ્થિતિમાંથી માંડ બચી શકી.
ડોક્ટરોનો અભિપ્રાય અને સૌને ચેતવતો સંદેશ!
સદભાગ્યે, આ દુર્ઘટનામાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત નથી થઈ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેને સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ ત્વચાનો રંગ પૂરી રીતે સાજો થવામાં મહિનાઓ લાગી શકે છે. વધુમાં જાણવા મળ્યું કે, બર્થડે માટે જે ફુગ્ગા ખરીદવામાં આવ્યા હતા, તેમાં હાઇડ્રોજન ગૅસ ભરવામાં આવ્યો હતો., જે અત્યંત દાહક હોય છે. જો ફુગ્ગાઓમાં હિલિયમ ગેસ ન ભરવામાં આવ્યો હોત તો આ દુર્ઘટના વધુ ભયાનક ન બની હોત!


