ગરુડ અચાનક પૂરઝડપે ધરતી તરફ ધસી આવે છે અને નીચે ઊભેલી ત્રણેક વર્ષની બાળકીને ઊંચકી જવાનો પ્રયાસ કરે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
તીક્ષ્ણ નજર ધરાવતાં મહાકાય ગરુડ નાનાં-મોટાં પશુ-પંખીઓનો શિકાર આકાશમાં ઊંચેથી અચાનક જમીન કે પાણીમાં ખાબકીને કરતાં હોય છે. જોકે તાજેતરમાં એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં ઊંચે આકાશમાં ઊડતું એક ગરુડ અચાનક પૂરઝડપે ધરતી તરફ ધસી આવે છે અને નીચે ઊભેલી ત્રણેક વર્ષની બાળકીને ઊંચકી જવાનો પ્રયાસ કરે છે. જોકે છેક અણીના સમયે એક યુવક ત્યાં દોડી આવીને બાળકીને ઉપાડીને બાથમાં લઈ લે છે અને ગરુડનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે.

