બોલો, કેવું ગજબ કહેવાય નહીં? કેટલીક કાર લાઇનમાં પાર્ક થયેલી છે અને ત્યાં એક રીંછ આવી ચડે છે. રીંછ પાછું હોશિયાર છે
રીંછ એક કારનો દરવાજો ખોલે છે
બોલો, કેવું ગજબ કહેવાય નહીં? કેટલીક કાર લાઇનમાં પાર્ક થયેલી છે અને ત્યાં એક રીંછ આવી ચડે છે. રીંછ પાછું હોશિયાર છે. એને આ કાર છે અને એનો દરવાજો કેવી રીતે ખોલવો એ આવડતું હોય એમ એક કારનો દરવાજો ખોલે છે, પણ નથી ખૂલતો એટલે એ પાછળની કાર પાસે જાય છે. એનો દરવાજો ખોલે છે. ખૂલી જાય છે એટલે અંદર જઈને બેસી જાય છે. સોશ્યલ મીડિયામાં રીંછનો આ વિડિયો બહુ વાઇરલ થયો છે.

