Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્યુટી-ચાર્ટ બનાવ્યા, પ્રેમી દિવસે સાથે રહેશે અને પતિ રાતે

મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્યુટી-ચાર્ટ બનાવ્યા, પ્રેમી દિવસે સાથે રહેશે અને પતિ રાતે

Published : 21 November, 2026 12:16 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્યુટી-ચાર્ટ બનાવ્યા, પ્રેમી દિવસે સાથે રહેશે અને પતિ રાતે છેલ્લા થોડા સમયથી પત્નીઓ પોતાના પ્રેમીઓ માટે થઈને પતિને મોતને ઘાટ ઉતારતી હોય એવા ઘણા કિસ્સા બન્યા છે.

મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્યુટી-ચાર્ટ બનાવ્યા

અજબ ગજબ

મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્યુટી-ચાર્ટ બનાવ્યા


મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્યુટી-ચાર્ટ બનાવ્યા, પ્રેમી દિવસે સાથે રહેશે અને પતિ રાતે છેલ્લા થોડા સમયથી પત્નીઓ પોતાના પ્રેમીઓ માટે થઈને પતિને મોતને ઘાટ ઉતારતી હોય એવા ઘણા કિસ્સા બન્યા છે. એને કારણે પતિઓ હવે પત્નીના પ્રેમીઓને પણ સ્વીકારવા લાગ્યા છે. આવો જ એક કેસ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં બન્યો છે. અહીં બે સંતાનોની માને બૉયફ્રેન્ડ સાથે રહેવા દેવાની ખુદ તેના પતિએ છૂટ આપી દીધી હતી. જોકે પત્ની પોતાનાં બાળકોને કારણે પતિને છોડી દેવા તૈયાર નહોતી. તેણે પ્રેમી અને પતિ બન્ને સાથે એક જ ઘરમાં રહેવાની જીદ પકડી હતી. નવાઈની વાત એ હતી કે પતિએ એમાં પણ કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, પરંતુ સાસરિયાંઓએ વિરોધ કરતાં મામલો પોલીસ-સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે જ્યારે પેલી મહિલાને સમજાવવાની કોશિશ કરી તો તેણે પોલીસને પણ કહી દીધું કે તે પતિ અને પ્રેમી બન્નેને મૅનેજ કરી લેશે, તેણે બન્ને માટે ડ્યુટી-ચાર્ટ પણ અલગ-અલગ બનાવી દીધા છે. દિવસ દરમ્યાન પ્રેમી તેની સાથે રહેશે અને રાતે પતિ રહેશે અને બન્ને વચ્ચે કઈ-કઈ જવાબદારીઓ વહેંચાઈ જશે એની યાદી પણ તેણે પોલીસને સોંપી હતી. હવે જ્યારે પત્ની અને તેના પતિ અને પ્રેમીને એમાં કોઈ વાંધો નથી તો પોલીસ પણ શું કરી શકે?


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 12:16 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK