આ રેસ્ટોરાં માત્ર એના ઇન્ટીરિયર માટે જ નહીં, પરંતુ વેજિટેરિયન ફૂડ માટે પણ જાણીતી છે
રેસ્ટોરાં
ગોરખપુરમાં એક અગ્રવાલ કારખાના છે એ કોઈ ફૅક્ટરી નહીં, પણ એક રેસ્ટોરાં છે. એમાં તમે અંદર જાઓ તો બેસવા માટેનાં ટેબલ એકદમ યુનિક છે. જૂનાં, પરંતુ ખૂબ સુંદર રીતે સજાવેલાં સ્કૂટર અને વિન્ટેજ કારની અંદર બેસીને તમે ભોજન કરી શકો એવી વ્યવસ્થા અહીં છે. આ રેસ્ટોરાં માત્ર એના ઇન્ટીરિયર માટે જ નહીં, પરંતુ વેજિટેરિયન ફૂડ માટે પણ જાણીતી છે. અહીં ૧૦૦થી વધુ વેજ-ડિશિસ મળે છે. રેસ્ટોરાંના માલિક વિકાસ શુક્લાએ ગોરખપુરમાં ક્યાંય ન હોય એવી યુનિક રેસ્ટોરાં બનાવવાની ઠાની હતી એટલે તેમણે ઇન્ટીરિયરમાં પોતાની મનગમતી કાર અને સ્કૂટરની થીમ પસંદ કરી છે. વિકાસ શુક્લાનો દાવો છે કે રેસ્ટોરાંમાં જે સ્કૂટર અને કાર દેખાય છે એ રિયલ તો છે જ, પણ એ ચાલુ કન્ડિશનમાં પણ છે. જો કોઈ ઇચ્છે તો રેસ્ટોરાંમાંથી કાઢીને બહાર ડ્રાઇવ માટે પણ લઈ જઈ શકે છે. આ ઇન્ટીરિયર માટે વિકાસભાઈએ ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે એના યુનિક દેખાવને કારણે અનોખો એક્સ્પીરિયન્સ લેવા માટે લોકોની લાઇન લાગેલી રહે છે.

