કૅબ સર્વિસ ઍગ્રિગેટર કંપની ઉબરે દિલ્હીના એક પૅસેન્જરને ૫૪,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાની સ્થિતિ આવી પડી છે. નવેમ્બર, ૨૦૨૨માં દિલ્હીના ઉપેન્દ્ર સિંહને ઇન્દોરની ફ્લાઇટ હતી.
અજબગજબ
ઉબર કૅબ
કૅબ સર્વિસ ઍગ્રિગેટર કંપની ઉબરે દિલ્હીના એક પૅસેન્જરને ૫૪,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાની સ્થિતિ આવી પડી છે. નવેમ્બર, ૨૦૨૨માં દિલ્હીના ઉપેન્દ્ર સિંહને ઇન્દોરની ફ્લાઇટ હતી. એટલે દિલ્હી ઍરપોર્ટ જવા માટે તેમણે મળસકે ૩.૧૫ વાગ્યે ઉબરમાં કૅબ બુક કરાવી હતી. કૅબ તો ન આવી, પણ કૅબ નહીં આવે એવો મેસેજ પણ કંપનીમાંથી નહોતો આવ્યો. રાહ જોઈને છેવટે ઉપેન્દ્ર સિંહ અને તેમનાં પત્નીએ સ્થાનિક ટૅક્સી કરવી પડી અને સવારે ૫.૧૫ વાગ્યે ઍરપોર્ટ પહોંચ્યાં, ત્યાં સુધીમાં તેમની ઇન્દોરની ફ્લાઇટ છૂટી ગઈ હતી. આ હેરાનગતિ વિશે ઉપેન્દ્ર સિંહે ઉબરને ફરિયાદ કરી, પણ કંપનીએ તેમના કૉલનો કોઈ જવાબ ન આપ્યો. ૨૦૨૧ની ૨૩ નવેમ્બરે તેમણે કંપનીને લીગલ નોટિસ પણ મોકલી હતી. જોકે કોઈ પ્રતિક્રિયા ન મળતાં તેમણે દિલ્હી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ કર્યો હતો. ફરિયાદ અને દલીલો સાંભળ્યા પછી ફોરમે નોંધ્યું કે વિલંબ કે અસુવિધા વિના સેવા પૂરી પાડવાની સર્વિસ-પ્રોવાઇડર તરીકે ઉબરની જવાબદારી છે. એ પછી ફોરમે ઉબરને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. એ પ્રમાણે ઉબરે ઉપેન્દ્ર સિંહને વળતર પેટે ૨૪,૧૦૦ રૂપિયા અને માનસિક હેરાનગતિ તથા કાયદાકીય ખર્ચ માટે વધારાના દંડપેટે ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.