સ્વિગીએ જાહેર કર્યા ૨૦૨૪ના રસપ્રદ આંકડા
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ફૂડ ડિલિવરી પાર્ટનર સ્વિગીએ ગઈ કાલે એને મળતા વિવિધ ઑર્ડરનો વાર્ષિક ડેટા જાહેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈમાં એક માણસે એક જ ઑર્ડર આપ્યો હતો જેનું બિલ ૩,૦૦,૦૦૦ રૂપિયા આવ્યું હતું. આમ આ કસ્ટમરનું બિલ સ્વિગીનું હાઇએસ્ટ બિલ બની રહ્યું હતું.
બિરયાની ભારતની ફેવરિટ ડિશ
ADVERTISEMENT
બિરયાની ભારતની ફેવરિટ ડિશ છે એ સ્વિગીએ આપેલી માહિતીમાં ફરી સાબિત થયું છે. વર્ષમાં ૮.૩૦ કરોડ બિરયાનીના ઑર્ડર આવ્યા હતા, આમ દર એક સેકન્ડે બે બિરયાનીનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨.૩૦ કરોડ ઑર્ડર સાથે ઢોસાનો બીજો નંબર રહ્યો હતો. આ દર્શાવે છે કે બ્રેકફાસ્ટમાં લોકો ઢોસા વધારે પસંદ કરે છે.
૨૫૦ પીત્ઝાનો ઑર્ડર
દિલ્હીમાં એક કસ્ટમરે એક જ ઑર્ડરમાં ૨૫૦ અન્યન પીત્ઝા ઑર્ડર કર્યા હતા. બીજી તરફ દિલ્હીના બીજા એક કસ્ટમરે એક ઑર્ડરમાં ૧.૨૨ લાખ રૂપિયાની બચત કરી હતી અને એક નવો રેકૉર્ડ બન્યો હતો.
૧.૯૬ અબજ કિલોમીટરનો પ્રવાસ
૨૦૨૪માં સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સે એકત્રિત રીતે કુલ ૧.૯૬ અબજ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ એટલું અંતર છે જેમાં કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચે ૫,૩૩,૦૦૦ ટ્રિપ થઈ શકે.
એક જણે કરી ૧૦,૭૦૩ ડિલિવરી
મુંબઈના કપિલ કુમાર પાંડે નામના ડિલિવરી-મૅને એક વર્ષમાં ૧૦,૭૦૩ ડિલિવરી કરીને એક અનોથી સિદ્ધિ મેળવી હતી જે કામ પ્રત્યે તેની ધગશ દર્શાવે છે.