તેમણે સત્તાવાળાઓને સવાલ કર્યો છે કે આવું કેવી રીતે બની શકે? ખૂબ જ ભીડભાડ ધરાવતા રાજધાનીના વિસ્તારો વાહનો પાર્ક કરવા માટે પણ સલામત નથી.
દિલ્હીમાં રસ્તા પર પાર્ક કરાયેલી કારનાં ચારેય વ્હીલ ચોરાઈ ગયાં
રાજધાની દિલ્હીના પટપડગંજ વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરવામાં આવેલી એક કારનાં ચારેય વ્હીલ ચોરી લેવામાં આવ્યા હોવાનો એક વિડિયો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ટ્યુટર અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અવધ ઓઝાએ શૅર કર્યો છે. વિડિયોમાં દેખાય છે કે કારને એક પણ વ્હીલ નથી. આ કાર પટપડગંજ વિસ્તારમાં રસ્તા પર પાર્ક છે અને ધોળે દિવસે ચારેય વ્હીલ ચોરાઈ ગયાં છે. તેમણે સત્તાવાળાઓને સવાલ કર્યો છે કે આવું કેવી રીતે બની શકે? ખૂબ જ ભીડભાડ ધરાવતા રાજધાનીના વિસ્તારો વાહનો પાર્ક કરવા માટે પણ સલામત નથી.


