અમેરિકાના ટેક્સસમાં આવેલી જિનેટિક એન્જિનિયરિંગ કંપની કોલોસલ બાયોસાયન્સિસે ૧૨,૫૦૦ વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયેલી ભયાનક ખતરનાક વરુની પ્રજાતિને ફરી પુનર્જીવિત કરી છે.
વિલુપ્ત થઈ ગયેલી ભયાનક ખતરનાક વરુની પ્રજાતિ
અમેરિકાના ટેક્સસમાં આવેલી જિનેટિક એન્જિનિયરિંગ કંપની કોલોસલ બાયોસાયન્સિસે ૧૨,૫૦૦ વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયેલી ભયાનક ખતરનાક વરુની પ્રજાતિને ફરી પુનર્જીવિત કરી છે. જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા સાયન્ટિસ્ટોએ નામશેષ થઈ ગયેલી પ્રજાતિને ફરીથી જીવિત કરી એને વિશ્વનું સૌપ્રથમ ડી-એક્સ્ટિન્ક્શન ગણાવવામાં આવી રહ્યું છે. સંશોધનકર્તા કંપનીનું કહેવું છે કે આ એક ક્રાન્તિકારી માઇલસ્ટોન છે જેનાથી વિશિષ્ટ પ્રકારનું બ્લડ-ક્લોનિંગ કરીને વિલુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને પણ ફરી પેદા કરવાની સંભાવનાઓ ઉજ્જ્વળ બની છે.

