આર્થિક સંકડામણની સાથોસાથ આંતરિક રાજકારણની પીડા સહન કરતા પાકિસ્તાનમાં પહેલી વાર કોઈ હિન્દુ અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ASP) બન્યો છે
અજબગજબ
રાજેન્દ્ર મેઘવાર
આર્થિક સંકડામણની સાથોસાથ આંતરિક રાજકારણની પીડા સહન કરતા પાકિસ્તાનમાં પહેલી વાર કોઈ હિન્દુ અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (ASP) બન્યો છે. પાકિસ્તાનમાં હિન્દુઓ લઘુમતીમાં છે એટલે હિન્દુઓની સેવા કરવાનું લાંબા સમયથી જોયેલું સપનું પૂરું કરવા માટે સિંધના ગ્રામ્ય અને આર્થિક પછાત વિસ્તાર બાદીનના રાજેન્દ્ર મેઘવારે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને પોલીસ ફોર્સમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. શુક્રવારે ફૈસલાબાદના ગુલબર્ગમાં રાજેન્દ્રએ હોદ્દો સંભાળ્યો હતો. ASP રાજેન્દ્ર મેઘવારે કહ્યું કે પોલીસમાં કામ કરીને પોતાના સમાજ, ખાસ તો લઘુમતીઓ માટે મહત્ત્વનું યોગદાન આપવાની તક મળશે. આવી તક પોલીસ સિવાયના બીજા વિભાગમાં મળવાનું શક્ય નથી હોતું. પોલીસમાં રહીને લોકોની સમસ્યાનું સીધું સમાધાન કરી શકાય છે. બીજા વિભાગોમાં એવું નથી થતું. પંજાબ પોલીસની સ્થાપના પછી પહેલી વાર ફૈસલાબાદમાં એક હિન્દુ અધિકારીની આટલા મહત્ત્વના હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી છે.