અમેરિકાના માર્ક લૉન્ગો નામના ભાઈએ લગભગ સાતેક વર્ષ પહેલાં એક ખિસકોલીને ઉગારી લીધી હતી. આ ખિસકોલીની મા એક કાર નીચે કચડાઈ ગઈ હતી એટલે માર્કભાઈ એને ઘરે લઈ આવ્યા. એને સિંગદાણા બહુ ભાવતા હોવાથી એનું નામ પાડ્યું પીનટ.
અજબગજબ
પીનટ
અમેરિકાના માર્ક લૉન્ગો નામના ભાઈએ લગભગ સાતેક વર્ષ પહેલાં એક ખિસકોલીને ઉગારી લીધી હતી. આ ખિસકોલીની મા એક કાર નીચે કચડાઈ ગઈ હતી એટલે માર્કભાઈ એને ઘરે લઈ આવ્યા. એને સિંગદાણા બહુ ભાવતા હોવાથી એનું નામ પાડ્યું પીનટ. સોશ્યલ મીડિયા પર પીનટ એટલી ફેમસ થઈ ગઈ કે તેના અકાઉન્ટના પાંચ લાખથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા હતા. જોકે આ પીનટને તાજેતરમાં યુથેનાઇઝ કરવામાં આવી. એનું કારણ એ હતું કે પીનટને રેબીઝ થઈ ગયો હતો. એની સાથે એક રૅકૂનને પણ રેબીઝ થયો હતો. એનાં લક્ષણ હજી દેખાવાનું શરૂ નહોતું થયું, છતાં પીનટ માણસો સાથે રહેતી હોવાથી એનું સંક્રમણ માણસોને લાગશે એવી સંભાવના હોવાથી સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પીનટને પોતાની સાથે લઈ ગયા અને દવા પીવડાવીને એને મારી નાખી. ખિસકોલીની આ હાલત માટે અમેરિકામાં બબાલ છેડાઈ ગઈ. ઇલૉન મસ્ક એ માટે જો બાઇડન પર ભડકી ગયા. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘ટ્રમ્પ સરકાર ખિસકોલીઓને બચાવશે.’