પશુ-પક્ષીઓ માણસ જેવું સાહજિક વર્તન કરે ત્યારે આપણને કુતૂહલ થાય છે. કૌતુકની એ ઘટના ઓડિશાના રાયગડામાં બની હતી. ટીકરી ગામના ગોકુલમુંડા સ્કૂલમાં શિક્ષક ક્લાસમાં ભણાવતા હતા
અજબગજબ
શિક્ષક પણ હળવા મૂડમાં આવી ગયા અને મોરને પૂછ્યું કે તું પણ ભણવા આવ્યો છે?
પશુ-પક્ષીઓ માણસ જેવું સાહજિક વર્તન કરે ત્યારે આપણને કુતૂહલ થાય છે. કૌતુકની એ ઘટના ઓડિશાના રાયગડામાં બની હતી. ટીકરી ગામના ગોકુલમુંડા સ્કૂલમાં શિક્ષક ક્લાસમાં ભણાવતા હતા. ટીચર ખુરસી પર બેઠા હતા અને કેટલાક છોકરાઓ તેમના ટેબલ સામે ઊભા હતા. એવામાં એક મોર પણ ભણવા આવ્યો હોય એમ ક્લાસરૂમમાં આવી ગયો હતો. ધીમે-ધીમે ચાલતો-ચાલતો આગળ આવ્યો અને શિક્ષકની નજીક ઊભો રહી ગયો. એ પછી આમતેમ જોવા મંડ્યો. ક્લાસનું વાતાવરણ ઉત્સુકતાથી ભરાઈ ગયું. છોકરાઓને મોજ પડી ગઈ. શિક્ષક પણ હળવા મૂડમાં આવી ગયા અને મોરને પૂછ્યું કે તું પણ ભણવા આવ્યો છે? એ સાંભળીને છોકરાઓ હસી પડ્યા.