Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં દુકાનોમાં વેચાઈ રહી છે ફૅન્સી કબરો, કિંમત ૪ લાખ રૂપિયા સુધી

પાકિસ્તાનમાં દુકાનોમાં વેચાઈ રહી છે ફૅન્સી કબરો, કિંમત ૪ લાખ રૂપિયા સુધી

Published : 05 September, 2026 04:15 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાંથી તાજેતરમાં સામે આવેલો એક વિડિયો જોઈને નેટિઝન્સ દંગ રહી ગયા છે. પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રોડના કિનારે દુકાનો પર ફૅન્સી અને આલીશાન કબરો વેચાઈ રહી છે. આ વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સમાં ભારે ચર્ચા જાગી છે.

પાકિસ્તાનમાં દુકાનોમાં વેચાઈ રહી છે ફૅન્સી કબરો, કિંમત ૪ લાખ રૂપિયા સુધી

પાકિસ્તાનમાં દુકાનોમાં વેચાઈ રહી છે ફૅન્સી કબરો, કિંમત ૪ લાખ રૂપિયા સુધી


સોશ્યલ મીડિયા પર અવારનવાર અનોખા અને આશ્ચર્યજનક વિડિયો વાઇરલ થતા રહેતા હોય છે, પરંતુ પાકિસ્તાનમાંથી તાજેતરમાં સામે આવેલો એક વિડિયો જોઈને નેટિઝન્સ દંગ રહી ગયા છે. પાકિસ્તાનમાં ખુલ્લેઆમ રોડના કિનારે દુકાનો પર ફૅન્સી અને આલીશાન કબરો વેચાઈ રહી છે. આ વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સમાં ભારે ચર્ચા જાગી છે.
વાઇરલ વિડિયોમાં એક માણસ દુકાનમાં રાખવામાં આવેલી અલગ-અલગ ડિઝાઇન અને માર્બલમાંથી બનેલી કબરો બતાવી રહ્યો છે અને એની કિંમત પણ જણાવી રહ્યો છે. સાદા પથ્થરથી લઈને મોંઘા માર્બલ અને ભારે કારીગરીવાળી આ કબરોની કિંમત ૫૫,૦૦૦ રૂપિયાથી શરૂ થઈને ૪ લાખ રૂપિયા સુધી બોલાઈ રહી છે. ગ્રાહકનાં પસંદગી અને બજેટ પ્રમાણેની કબર અહીં હાજર છે.
આ વિડિયો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર લોકો ભારે મજાક ઉડાવી રહ્યા છે અને રમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, ‘શું હવે માણસ મોત પછી પણ પોતાની પસંદગીની ડિઝાઇનની કબરમાં સૂઈ શકશે?’ 
અન્યએ ચપટી લેતાં લખ્યું, ‘પાકિસ્તાનમાં હવે જીવતા માણસ કરતાં મરેલા માણસના ઘરની કિંમત વધારે છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 04:15 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK