મહાકંજૂસ: ૩૯ કરોડ રૂપિયાની મિલકતની માલિકણ કૅટ-ફૂડ ખાય છે
એઇમી એલિઝાબેથ
અમેરિકાના લાસ વેગસની રહેવાસી ૫૦ વર્ષની એઇમી એલિઝાબેથે વિશ્વની સૌથી કંજૂસ મહિલા હોવાનું કબૂલ્યું છે. ૫.૩ મિલ્યન ડૉલર (અંદાજે ૩૯ કરોડ રૂપિયા)ની મિલકતની માલિકણ એઇમીની જીવનશૈલી નીચલા મધ્યમ વર્ગના લોકોને શરમાવે એવી છે. મોટા ભાગે કૅટ-ફૂડના આહારથી ગુજરાન ચલાવતી એ મહિલાનો દર મહિનાનો સરેરાશ ખર્ચ ૧૦૦૦ ડૉલર (૭૩,૦૦૦ રૂપિયા) છે. એ કૅટ-ફૂડ ખાઈને ‘ચિકન ઍન્ડ ટુના વિથ ગ્રેવી’ ખાધાનો સંતોષ માને છે અને ૩૦ સેન્ટની બચત કરે છે. વૉટર હીટર સવારે નાહવા માટે બરાબર બાવીસ મિનિટ ચલાવે અને જો એક મિનિટ વધારે ચાલુ રહે તો એનો એઇમીને વસવસો રહી જાય છે. નવી ખરીદી માંડ ક્યારેક જ કરતી હોય છે. એક-એક દમડી ખર્ચતાં પહેલાં વિચાર કરે અને પૈસેપૈસાની બચત પર ધ્યાન આપે એવી આ મહિલા સોશ્યલ મીડિયા સહિત પ્રસાર માધ્યમોમાં ચર્ચાનો વિષય બની છે.

