ગઈ કાલે જપાનના ઓસાકા બેના આર્ટિફિશ્યલ ટાપુ યુમેશિમા પર એક વૈશ્વિક એક્સ્પોની શરૂઆત થઈ છે. આ એક્સ્પો ભવિષ્યમાં સસ્ટેનેબલ સોસાયટી કેવી રીતે બની શકે એ થીમ પર કામ કરશે. ૧૩ ઑક્ટોબર સુધી ચાલનારો આ એક્સ્પો બે કિલોમીટરના વ્યાસમાં ફેલાયેલો છે.
ઓસાકા બેના આર્ટિફિશ્યલ ટાપુ યુમેશિમા પર એક વૈશ્વિક એક્સ્પો
ગઈ કાલે જપાનના ઓસાકા બેના આર્ટિફિશ્યલ ટાપુ યુમેશિમા પર એક વૈશ્વિક એક્સ્પોની શરૂઆત થઈ છે. આ એક્સ્પો ભવિષ્યમાં સસ્ટેનેબલ સોસાયટી કેવી રીતે બની શકે એ થીમ પર કામ કરશે. ૧૩ ઑક્ટોબર સુધી ચાલનારો આ એક્સ્પો બે કિલોમીટરના વ્યાસમાં ફેલાયેલો છે. એવી સંભાવના છે કે ૨.૮૨ કરોડ લોકો આ એક્સ્પોની વિઝિટ કરશે. આ એક્સ્પો માટે લાકડાનું જે આર્કિટેક્ચર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા વિશ્વનું લાર્જેસ્ટ વુડન આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ મળ્યું છે.

