૧૯૯૦ના દાયકામાં ક્રોએશિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ દરમ્યાન કુપારી ગામમાં ભારે બૉમ્બધડાકા થયા હતા અને ત્યારથી આ શહેર વેરાન બની ગયું હતું.
મિસ્ટરબીસ્ટ
મોટા ભાગના સાહસિકો જંગલ વચ્ચે કે કોઈ ઓછી એક્સ્પ્લોર થયેલી જગ્યાઓ વચ્ચે રહીને તેમના અનુભવ શૅર કરતા હોય છે. જોકે ૨૫ વર્ષના એક યુટ્યુબરે એક અબૅન્ડન્ડ એટલે કે ત્યજી દેવાયેલા શહેરમાં સર્વાઇવ કરવાની ચૅલેન્જ પૂરી કરી હતી. ૧૯૯૦ના દાયકામાં ક્રોએશિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ દરમ્યાન કુપારી ગામમાં ભારે બૉમ્બધડાકા થયા હતા અને ત્યારથી આ શહેર વેરાન બની ગયું હતું. સર્વાઇવલ વિડિયો બનાવવા માટે જાણીતા મિસ્ટરબીસ્ટ ઉર્ફે જિમી ડોનાલ્ડસન અને તેના મિત્રો ક્રોએશિયાના દરિયાકાંઠે આવેલા આ નાનકડા ગામમાં સાત દિવસ રહ્યા હતા. તેઓ સ્લીપિંગ બૅગ, ઇન્સ્ટન્ટ ફૂડ અને પાણી જેવી વસ્તુ લઈને કુપારીમાં એક બિલ્ડિંગની ટોચ પર ઊતર્યા હતા. ભારે ઠંડી અને વસ્તુઓની મર્યાદિત સપ્લાય વચ્ચે ટીમના કેટલાક સભ્યોએ ચૅલેન્જ અડધેથી પડતી મૂકી હતી અને માત્ર જિમી અને માર્ક આ ચૅલેન્જ પૂરી કરી શક્યા હતા. જિમીએ શૅર કરેલા વિડિયોને મિલ્યન વ્યુઝ મળી ચૂક્યા છે. યુટ્યુબરનું કહેવું છે કે આ ચૅલેન્જ તેને માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ચૅલેન્જમાંની એક હતી.

