એક વ્યક્તિ 192મી ડ્રાઇવિંગ-ટેસ્ટમાં નાપાસ
પ્રતીકાત્મક તસવીર
ડ્રાઇવિંગની થિયરી ટેસ્ટ પાસ કરવા માટે સામાન્ય રીતે વધુમાં વધુ કેટલી વાર કોશિશ કરાય એવો પ્રશ્ન જો પૂછવામાં આવે તો મોટા ભાગે બધાનો એકસરખો જવાબ રહેશે. બધા કહેશે કે કેટલી ટેસ્ટ હોય, એક કે બે! કોઈક કિસ્સામાં થોડી વધુ ટેસ્ટ હોઈ શકે, પણ પોલૅન્ડના ૫૦ વર્ષના એક ભાઈએ તો હદ કરી નાખી. તેણે ૧૯૨ વખત ડ્રાઇવિંગ-ટેસ્ટ આપી છે અને હજી પણ તે ક્લિયર નથી કરી શક્યો. અત્યાર સુધી તેણે ૧.૧૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હા, તેણે હજી હાર તો નથી જ માની. પોલૅન્ડમાં પ્રૅક્ટિકલ ટેસ્ટ પહેલાં થિયરી ટેસ્ટ પાસ કરવી આવશ્યક છે. જોકે કેટલી ટેસ્ટમાં થિયરી એક્ઝામ પાસ કરવી એના પર કોઈ મર્યાદા નથી.

