અહીં આવવું હોય તો કપડાં પહેર્યા વિના આવવું પડે છે. અહીં દર મહિને એક સાંજે ન્યુડ તસવીરોનું પ્રદર્શન યોજાય છે અને એ જોવા માટે લોકોએ નિર્વસ્ત્ર થવું પડે છે.
આ મ્યુઝિયમમાં કપડાં પહેરીને આવશો તો પ્રવેશ નહીં મળે
ફ્રાન્સના માર્સિલે શહેરમાં આવેલું માર્સિલે મ્યુઝિયમ એના પ્રવેશ માટેના નિયમ માટે જાણીતું છે એ તો ઠીક, પણ ચર્ચામાં છે. અહીં આવવું હોય તો કપડાં પહેર્યા વિના આવવું પડે છે. અહીં દર મહિને એક સાંજે ન્યુડ તસવીરોનું પ્રદર્શન યોજાય છે અને એ જોવા માટે લોકોએ નિર્વસ્ત્ર થવું પડે છે. દર્શકોને માત્ર જૂતાં પહેરવાની છૂટ મળે છે. ફ્રાન્સનું નેચરિસ્ટ ઑર્ગેનાઇઝેશન આ વખતે ૯ ડિસેમ્બર સુધી આ પ્રદર્શન યોજવાનું છે. એમાં ૬૦૦થી વધુ તસવીરો, ફિલ્મો, પેઇન્ટિંગ્સ, મૅગેઝિન, મૂર્તિઓ અને બીજું ઘણુંબધું હોય છે. આ બધી કળાસામગ્રી ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડના નેચરિસ્ટે પબ્લિક અને પ્રાઇવેટ કલેક્શનમાંથી સંગ્રહ કરી છે.