માર્ક ઝકરબર્ગે હાલમાં એક વિડિયો શૅર કર્યો છે
લાઇફમસાલા
માર્ક ઝકરબર્ગ
વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની માલિકી ધરાવતી કંપની મેટાના બૉસ માર્ક ઝકરબર્ગનો એક નવો અંદાજ જોવા મળ્યો છે. માર્ક ઝકરબર્ગે હાલમાં એક વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં તેમણે સૂટ પહેર્યો છે. તેમના એક હાથમાં અમેરિકાનો ઝંડો છે અને બીજા હાથમાં બિઅરનો ગ્લાસ છે અને તેઓ સર્ફિંગ કરી રહ્યા છે. ચોથી જુલાઈને અમેરિકામાં સ્વાતંય દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અમેરિકાનો આ ૨૪૮મો સ્વાતંયદિવસ હતો. ૩૭ વર્ષના માર્ક ઝકરબર્ગનો આ સ્ટાઇલિશ અંદાજ સોશ્યલ મીડિયા પર લોકોને ઘણો ગમી રહ્યો છે. માર્ક દર વર્ષે અવનવી રીતે અમેરિકાનો સ્વાતંયદિવસ સેલિબ્રેટ કરતા આવ્યા છે. આ વિડિયોમાં તેઓ મેટા રે-બૅન સ્માર્ટ ગ્લાસમાં જોવા મળી રહ્યા છે. માર્ક ટેક્નૉલૉજીની દુનિયામાં ઘણા આગળ પડતા માણસ છે એટલે તેમને આ રીતે સર્ફિંગ કરતા જોઈને સોશ્યલ મીડિયા પર લોકો એ વિડિયો સાચો છે કે ખોટો એવો સવાલ કરી રહ્યા છે. તેમણે આ વિડિયો બનાવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ તો નથી કર્યોને અથવા તો ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને વિડિયો તો નથી બનાવ્યોને એવા સવાલ કરી રહ્યા છે. આ વિડિયો થોડા સમયમાં ઘણો વાઇરલ થયો હતો.