Man’s Private Part Cut Off While Sleeping in Ghaziabad: ગાઝિયાબાદમાં એક વ્યક્તિ પર ક્રૂર હુમલો! 42 વર્ષીય સંજય યાદવનું પ્રાયવેટ પાર્ટ કાપી નખાયું, પરિવારજનોએ કિન્નર સમુદાય પર આરોપ મૂક્યો. પોલીસે તપાસ શરૂ.
પ્રતીકાત્મક તસવીર
ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું પ્રાયવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યું છે. આ ઘટના થાના વેવ સિટી વિસ્તારના ગામ શાહપુર બમ્હેટામાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 28 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 11-12 વાગ્યાના આસ-પાસ 42 વર્ષીય સંજય યાદવ પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો, ત્યારે 3-4 અજાણ્યા વ્યક્તિઓ તેમનાં ઘરમાં ઘૂસી આવ્યા.
નશીલા પદાર્થથી બેભાન કરીને કર્યો હુમલો
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરોએ પહેલા સંજયને નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધા. ત્યારબાદ, તેની પર આ ક્રૂર હુમલો કર્યો અને તેનું પ્રાયવેટ પાર્ટને કાપી નાખ્યું. સવારે જ્યારે પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તાત્કાલિક સંજયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડૉક્ટરો મુજબ, સંજયની હાલત ગંભીર છે અને તે સારવાર હેઠળ છે.
પરિવારે કિન્નર સમુદાય પર લગાવ્યો આરોપ
પીડિતના પુત્ર પ્રિન્સ યાદવએ વેવ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોએ કિન્નર પારો અને તેના સાથી પર આ હુમલાની યોજના રચવાનો આરોપ મૂક્યો છે. આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને, પોલીસે આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
પોલીસે તપાસ શરૂ કરી
આ અંગે એસીપી ઉપાસના પાંડેએ જણાવ્યું કે, પોલીસ તમામ ઍંગલથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને પકડવામાં આવશે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો આરોપીઓની ઝડપથી ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે. પીડિત વ્યક્તિ દૂધની ડેરી ચલાવતો હતો.
કિન્નર બનાવવા માટે અંગ કપવાના કેસમાં વધારો
આ ઘટના સિવાય, ગાઝિયાબાદમાં આવી જ એક બીજી હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કિન્નર સમુદાયમાં જબરદસ્તી યુવકોને સામેલ કરવા માટે, તેમની સાથે મારપીટ કરીને તેમનું પ્રાયવેટ પાર્ટ કાપી નાખવાની ગતિવિધિ ચાલી રહી છે. જિલ્લાના બે યુવાનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, એક કિન્નરે તેમનું અંગ કપાવીને તેમને કિન્નર બનાવી દીધા છે. આ મામલામાં યુવકોને બળજબરીથી એક ઓરડામાં બંધ કરીને મારપીટ કરવામાં આવી હતી, જેનો વીડિયો પણ વાઈરલ થયો છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
આ ઘટના પર શું કહે છે પોલીસ?
પોલીસના જણાવ્યા મુજબ, કિન્નર સમુદાય સાથે જોડાયેલા કેટલાક લોકો પર અગાઉ પણ આવા આરોપ લાગ્યા છે. પોલીસ આ બધી બાબતોની ઊંડી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક લોકો અને પીડિતના પરિવારજનો તરત ન્યાય અને આરોપીઓની ધરપકડની માગ કરી રહ્યા છે.


