ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી આ કારના આ વિડિયોને અત્યાર સુધી ૧૦ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.
ઑટોરિક્ષામાં કન્વર્ટિબલ કાર જેવી સુવિધા
વાત ગમે એટલી પડકારજનક હોય, પણ ભારતીયો જુગાડ કરીને એને સરળ બનાવી દે છે એમાં બેમત નથી. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં કેરલાના એક ઑટોરિક્ષાચાલકે તેની રિક્ષામાં મોડિફાય કરીને કન્વર્ટિબલ કાર જેવી સુવિધા વિકસાવી છે.
આ પણ વાંચો: ઑટોરિક્ષાને બનાવી દીધી ડિઝાઇનર કાર
ADVERTISEMENT
માત્ર એક જ બટનની મદદથી ઑટોરિક્ષા પરનું રૂફ ખસી જાય છે. ઑટોરિક્ષાને ગુલાબી કલરમાં રંગવામાં આવી છે તથા એની સીટો પણ ગુલાબી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી આ કારના આ વિડિયોને અત્યાર સુધી ૧૦ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.