Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમાં મસ્તી કરતાં-કરતાં બધા ખાતા હતા, એક ભાઈના ગળામાં રસગુલ્લું ફસાઈ ગયું એમાં જીવ ગયો

લગ્નમાં મસ્તી કરતાં-કરતાં બધા ખાતા હતા, એક ભાઈના ગળામાં રસગુલ્લું ફસાઈ ગયું એમાં જીવ ગયો

Published : 16 March, 2026 02:38 PM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝારખંડના જમશેદપુરમાં એક માણસનું રસગુલ્લું ગળામાં ફસાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. મલિયંતા નામના ગામમાં લગ્નનો ભોજનસમારંભ ચાલી રહ્યો હતો. શુક્રવાર રાતની ઘટના છે. ૪૧ વર્ષના લલિત સિંહે આખું રસગુલ્લું ખાઈ લીધું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઝારખંડના જમશેદપુરમાં એક માણસનું રસગુલ્લું ગળામાં ફસાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. મલિયંતા નામના ગામમાં લગ્નનો ભોજનસમારંભ ચાલી રહ્યો હતો. શુક્રવાર રાતની ઘટના છે. ૪૧ વર્ષના લલિત સિંહે આખું રસગુલ્લું ખાઈ લીધું. જોકે એ ગળામાં ફસાઈ ગયું. ન ગળામાંથી નીચે ઊતરે, ન બહાર કાઢી શકાય. આખું રસગુલ્લું ચાવ્યા વિના જ તેમણે ગળી લીધું હોવાથી એ ગળામાં એવી જગ્યાએ ફસાયું જ્યાં અન્નનળી અને શ્વાસનળી બન્નેના વાલ્વ હોય છે. એને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પહેલાં તો વધુ પાણી પીને રસગુલ્લાને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પણ એનાથી તો વધુ તકલીફ થઈ. એ પછી તેમણે નીચા નમીને અને મોંમાં આંગળી નાખીને ફસાયેલું રસગુલ્લું કાઢવાની કોશિશ કરી, પણ એમાંય સફળતા ન મળી. શ્વાસ ન લઈ શકાતો હોવાથી તેઓ બેભાન થઈ ગયા. તેમને તરત જ તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં જવાયા, પરંતુ ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા. ડૉક્ટરનું કહેવું છે કે તેઓ નશામાં હતા અને બોલતાં-બોલતાં ખાઈ રહ્યા હતા એમાં આખું રસગુલ્લું ગળામાં જતું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 02:38 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK