પરંપરાને સ્પર્ધાનું સ્વરૂપ અપાય છે મકાઉમાં
લાયન ડાન્સ
ચીન, જપાન, થાઇલૅન્ડ, સાઉથ કોરિયા જેવા દેશોમાં અલગ-અલગ અવસરોએ લાયન ડાન્સની પરંપરા નિભાવાય છે. જોકે આ પરંપરાને સ્પર્ધાનું સ્વરૂપ અપાય છે મકાઉમાં. અહીં જાયન્ટ કદના હાલતા-ચાલતા સિંહો બને છે. અલબત્ત, આ સિંહો માણસોની ટીમ દ્વારા બને છે. એક જાયન્ટ કૉસ્ચ્યુમની અંદર અલગ-અલગ રીતે નૃત્ય અને ચોક્કસ પોઝ આપવાથી બહારથી એક જાયન્ટ સિંહ નાચી રહ્યો હોય એવો ભાસ થાય છે. ગઈ કાલે મકાઉમાં બારમી વાર્ષિક લાયન ડાન્સ કૉમ્પિટિશન શરૂ થઈ છે. એમાં ૧૪ દેશોની બાવીસ ટીમોએ ભાગ લીધો છે. આ બાવીસ ટીમોમાં કુલ ૨૪૭ લોકો કૉસ્ચ્યુમની અંદર ઍક્રોબેટિક્સના દાવ કરીને સિંહને જીવંત બનાવવાનું કામ કરે છે.


