Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક રોશનના મોટા દીકરા રેહાને સિંગર તરીકે રિલીઝ કર્યું ત્રીજું ગીત

હૃતિક રોશનના મોટા દીકરા રેહાને સિંગર તરીકે રિલીઝ કર્યું ત્રીજું ગીત

Published : 25 November, 2026 03:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૃતિક રોશનનો 20 વર્ષનો દીકરો રેહાન રોશન અભિનયને બદલે સિંગિંગમાં કારકિર્દી બનાવી રહ્યો છે. આ વર્ષે બે ગીતો રિલીઝ કર્યા બાદ હવે તેણે પોતાનું ત્રીજું ગીત ‘બટરફ્લાય બ્લડ’ રિલીઝ કર્યું છે.

હૃતિક રોશન અને રેહાન

હૃતિક રોશન અને રેહાન


હૃતિક રોશને તેના પપ્પા રાકેશ રોશનનાં પગલે ચાલીને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રાકેશ રોશન તેના સમયના જાણીતા ઍક્ટર હતા અને પછી તેમણે ફિલ્મમેકિંગનો રસ્તો અપનાવ્યો હતો. હૃતિકના ફૅન્સ હવે તેના દીકરાઓને ઍક્ટર તરીકે જોવા માગે છે, પણ હૃતિકના મોટા દીકરા રેહાને ૨૦ વર્ષની ઉંમરે ઍક્ટરને બદલે સિંગર બન્યાનું પસંદ કર્યુ છે. રેહાને આ વર્ષે ઑગસ્ટમાં મ્યુઝિકની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું અને પોતાનું પહેલું ગીત ‘ધિસ હેવનલી પ્લેસ’ રિલીઝ કર્યું હતું. આ પછી પચીસ સપ્ટેમ્બરે તેણે પોતાનું બીજું ગીત ‘એવરી લિટલ થિંગ’ રિલીઝ કર્યું હતું. હવે તેણે પોતાનું ત્રીજું ગીત ‘બટરફ્લાય બ્લડ’ પણ રિલીઝ કરી દીધું છે.

રેહાને થોડા દિવસ પહેલાં જ પોતાનું ત્રીજું ગીત ‘બટરફ્લાય બ્લડ’ પોતાની યુટ્યુબ ચૅનલ પર અપલોડ કર્યું હતું. હવે તેણે આ જ ગીત ગાતો પોતાનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તેમના આ વિડિયો પર ચાહકોની સાથે માતા સુઝૅન ખાન અને દાદા રાકેશ રોશને પણ પૉઝિટિવ ફીડબૅક આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK