એક ડચ કંપનીએ વ્હીલ પર ફરતું એક્સ્પાન્ડેબલ મૅન્શન તૈયાર કર્યું છે. બહારથી જુઓ તો એ કોઈ સામાન્ય વૅનિટી-વૅન જેવું દેખાય છે અને એને ચાહો ત્યાં લઈને ટ્રાવેલ કરી શકો છો. જોકે મનપસંદ જગ્યાએ જઈને તમે એને ફેલાવી શકો છો.
એક લક્ઝરી બસ એક્સપાન્ડ થઈને બની જાય છે ૮૦૫ સ્ક્વેરફીટનો લક્ઝુરિયસ બંગલો
એક ડચ કંપનીએ વ્હીલ પર ફરતું એક્સ્પાન્ડેબલ મૅન્શન તૈયાર કર્યું છે. બહારથી જુઓ તો એ કોઈ સામાન્ય વૅનિટી-વૅન જેવું દેખાય છે અને એને ચાહો ત્યાં લઈને ટ્રાવેલ કરી શકો છો. જોકે મનપસંદ જગ્યાએ જઈને તમે એને ફેલાવી શકો છો. ફેલાઈને એ ૮૦૫ સ્ક્વેરફીટ જેટલું વિશાળ થઈ જાય છે અને અંદર તમામ લક્ઝુરિયસ સુવિધાઓ છે. નૅચરલ લાઇટ્સ, ગ્લાસ વૉલ્સ, સોફા, ફર્નિચર સાથે આ બસ 2BHK બંગલામાં તબદીલ થઈ જાય છે એટલું જ નહીં, બંગલાની બહાર લક્ઝુરિયસ પરસાળ પણ છે. ૩૮ ફીટની બસની કિંમત ૩,૪૬,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ત્રણ કરોડ રૂપિયા છે. હજી જો કોઈને વધુ લક્ઝુરિયસ બંગલો જોઈતો હોય તો ૫૮ ફીટની બસ પણ આ કંપની પાસે છે.




