Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કલકત્તાનો આ ટ્રાફિક-પોલીસ લાકડી લઈને ફુટપાથ પર ક્લાસ ચલાવતો શિક્ષક બની ગયો છે

કલકત્તાનો આ ટ્રાફિક-પોલીસ લાકડી લઈને ફુટપાથ પર ક્લાસ ચલાવતો શિક્ષક બની ગયો છે

Published : 22 September, 2026 01:49 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તાના ટ્રાફિક-પોલીસ પ્રકાશ ઘોષ પાંચ વર્ષથી ફરજ બજાવતા વિસ્તારમાં રહેતા આકાશ નામના બાળકને ફુટપાથ પર ભણાવે છે. આકાશ અને તેની મા પાસે ઘર કે ભણવાના પૈસા ન હોવાથી પ્રકાશે બાળકને ભણાવવાની જવાબદારી લીધી છે.

કલકત્તા ટ્રાફિક પોલીસ પ્રકાશ ઘોષ

કલકત્તા ટ્રાફિક પોલીસ પ્રકાશ ઘોષ


પશ્ચિમ બંગાળના કલકત્તામાં પ્રકાશ ઘોષ નામના ભાઈ આમ તો ટ્રાફિક-પોલીસ છે, પરંતુ તેમણે પોલીસની વરદીમાં એક સારું કામ પણ હાથ ધર્યું છે. પ્રકાશ ઘોષ છેલ્લાં પાંચ વર્ષથી ગરિયાહાટ અને બાલીગંજ વિસ્તારની એક સ્કૂલ પાસે ટ્રાફિક-વ્યવસ્થા સંભાળે છે. કોરોના દરમ્યાન ડ્યુટી વખતે તેમણે જોયું હતું કે ૮ વર્ષનો એક છોકરો રોડ પર ભટકી રહ્યો છે, તેની મા ફૂડ-સ્ટૉલ લગાવીને રાત‌-દિવસ મહેનત કરે છે અને મા-દીકરા પાસે રહેવા માટે છત પણ નથી, ફુટપાથ પર જ રહે છે. આ મજબૂરી જોયા પછી પ્રકાશ ઘોષનું દિલ દ્રવી ઊઠ્યું. પ્રકાશ ઘોષ આ પહેલાં મુર્શિદાબાદની એક સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા હોવાથી તેમણે રોડ પર રખડતા આકાશ નામના છોકરાને ભણાવવાનું નક્કી કર્યું. આકાશની મા સુનીતા પાસે દીકરાને ભણાવવાના કે સ્કૂલ મોકલવાના પૈસા નહોતા. જોકે પ્રકાશ ઘોષે આ છોકરાને ભણાવવાનું બીડું ઝડપ્યું છે. તેઓ ‌રોજ આકાશને ફુટપાથ પર બેસાડી દે છે અને તેને ભણાવે છે. તેમની ડ્યુટી ચાલુ હોય ત્યારે અવારનવાર ત્યાં આંટો મારી જાય છે અને ડ્યુટી પૂરી થયા પછી એક-બે કલાક ભણાવીને પછી જ ઘરે જાય છે. પહેલાં તો આકાશ પણ ભણવાનું ટાળતો હતો, પણ હવે આ ટ્રાફિક-પોલીસે પર્સનલી ધ્યાન આપવાનું શરૂ કરતાં તેને ભણવામાં રસ પડવા લાગ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 01:49 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK