સાથે જ હાઈ કોર્ટે મેદાન ન હોય એવી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની રાજ્ય સરકારને સૂચના પણ આપી છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
કેરલાની હાઈ કોર્ટે સોમવારે એક સુનાવણી દરમ્યાન રમતનું મેદાન ન હોય એવી સ્કૂલોને બંધ કરી દેવી જોઈએ એવી સખત ટિપ્પણી કરી હતી. સાથે જ હાઈ કોર્ટે મેદાન ન હોય એવી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની રાજ્ય સરકારને સૂચના પણ આપી છે. કેરલા સરકારના શિક્ષણને લગતા કાયદા હેઠળ પગલાં ભરવા હાઈ કોર્ટે કહ્યું હતું. હાઈ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી હતી કે ‘બાળકોનું શિક્ષણ વર્ગખંડો સુધી મર્યાદિત ન હોવું જોઈએ. રમતગમત સહિતની પ્રવૃત્તિઓ પણ પાઠ્યપુસ્તકના ભાગરૂપ હોવી જોઈએ.’ બેન્ચે વૈજ્ઞાનિક તારણોને ટાંકતા કહ્યું હતું કે ‘રમતગમતથી બાળકોમાં આંખ-હાથ વચ્ચે તાલમેલ વિકસે છે, ફેફસાં તથા હૃદય મજબૂત બને છે. સાથે જ બાળકોમાં તાણ અને ચિંતા ઓછાં થાય છે.’