ઘણા લોકો લૉટરીને જુગાર ગણતા હોય છે, પણ છેવટે તો એ નસીબની જ વાત હોય છે. કોઈને લૉટરી લાગે તો કોઈને ન લાગે. કોઈ એક નંબર માટે બમ્પર પ્રાઇઝ ચૂકી જાય છે, પણ જપાનનાં કનાએ હિરાયામા આ બાબતમાં બહુ લકી છે.
કનાએ હિરાયામા
ઘણા લોકો લૉટરીને જુગાર ગણતા હોય છે, પણ છેવટે તો એ નસીબની જ વાત હોય છે. કોઈને લૉટરી લાગે તો કોઈને ન લાગે. કોઈ એક નંબર માટે બમ્પર પ્રાઇઝ ચૂકી જાય છે, પણ જપાનનાં કનાએ હિરાયામા આ બાબતમાં બહુ લકી છે. આ બહેન એક જ વર્ષમાં લૉટરીનાં ૫૦૦ ઇનામ જીત્યાં છે. એ બધાં ઇનામની રકમનો સરવાળો કરીએ તો કુલ ૫૮ લાખ રૂપિયાથી પણ વધારેની થાય છે. એટલે જ કનાએને બધા ‘લકી ક્વીન’ કહે છે. એક ટીવી-શોમાં તેમણે કહ્યું કે ઘરનો પોણા ભાગનો સામાન લૉટરીમાં જીત્યો છે. જપાનમાં દુકાનદારો વેપાર વધારવા માટે લૉટરી કાઢતા હોય છે અને હિરાયામા એનો જ લાભ લઈને એક રૂપિયો પણ ખર્ચ્યા વિના વાસણ, ટિફિન-બૉક્સ, કપ, બાળકોનાં રમકડાં, યોગ બૉલ અને સ્નૅક્સ જીત્યાં છે. ૨૩ લાખ રૂપિયાની કાર પણ આવી જ રીતે જીત્યાં છે.