૪,૩૯,૫૯૫ રૂપિયાના આંગળીના વેઢા કરતા પણ નાના રુબિક્સ ક્યુબનું વજન માત્ર ૦.૩૩ ગ્રામ છે અને ૦.૧૯ ઇંચ લાંબું-પહોળું છે.
અજબગજબ
આંગળીના વેઢા કરતાં પણ નાના રુબિક્સ ક્યુબ
રુબિક્સ ક્યુબ આખા વિશ્વમાં રમાય છે અને એની સ્પર્ધા પણ થાય છે. ૫૦ વર્ષ પહેલાં શોધાયેલા રુબિક્સ ક્યુબની ગોલ્ડન જ્યુબિલી ટાણે જ જપાનની રમકડાં બનાવતી કંપનીએ વિશ્વનું સૌથી નાનું રુબિક્સ ક્યુબ બનાવ્યું છે. ૪,૩૯,૫૯૫ રૂપિયાના આંગળીના વેઢા કરતા પણ નાના રુબિક્સ ક્યુબનું વજન માત્ર ૦.૩૩ ગ્રામ છે અને ૦.૧૯ ઇંચ લાંબું-પહોળું છે. જપાનની રમકડાં બનાવતી કંપની મેગાહાઉસે આ ક્યુબ બનાવ્યું છે. આ ક્યુબ ચીપિયાથી રમી શકાય છે. આટલું નાનું ક્યુબ બનાવતાં બે વર્ષ લાગ્યાં છે. આવતા વર્ષે એપ્રિલથી આ ક્યુબ મગાવી શકાશે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ આને વિશ્વનું સૌથી નાનું ક્યુબ જાહેર કર્યું છે.