ટ્રાફિક અને હૉર્નના ઘોંઘાટ વચ્ચે રિક્ષામાં બેસેલો પ્રવાસી કંટાળી ન જાય એટલે બૅન્ગલોરના રિક્ષાચાલકે રિક્ષામાં મિની લાઇબ્રેરી બનાવી છે.
અજબગજબ
રિક્ષાચાલકે રિક્ષામાં મિની લાઇબ્રેરી બનાવી
આજકાલ કોઈ પણ શહેરમાં ટ્રાફિક જૅમની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ટ્રાફિક અને હૉર્નના ઘોંઘાટ વચ્ચે રિક્ષામાં બેસેલો પ્રવાસી કંટાળી ન જાય એટલે બૅન્ગલોરના રિક્ષાચાલકે રિક્ષામાં મિની લાઇબ્રેરી બનાવી છે. પોતાની સીટ પાછળ નાનકડું બોર્ડ લગાડીને એમાં કેટલાંક પુસ્તકો ગોઠવ્યાં છે અને ‘ફ્રી ફૉર ઑલ ટેક ઇફ યુ વિશ’ લખ્યું છે. આ નાનકડા પુસ્તકાલયમાં ‘તલાક ક્યોં?’, ‘ભગવાન આપસે પ્યાર કરતે હૈં’ જેવાં તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિશેનાં પુસ્તકો મૂક્યાં છે.