ઝાંસીમાં પણ આવો જ કિસ્સો બન્યો છે. પંચાવન વર્ષના ખેડૂત સંજીવ પરિહાર અને ૫૦ વર્ષનાં માલાને લગ્ન પછી કોઈ સંતાન ન થયું એટલે તેમણે ૧૩ વર્ષ પહેલાં બે પોમેરિયન ડૉગ ખરીદ્યાં.
અજબગજબ
મૃત્યુ પામેલા કુતરાનું હિન્દુ રીતિ રિવાજથી અંતિમ વિદાય
માણસને જ્યારે અબોલ જીવ પ્રત્યે પ્રેમ જાગે, લાગણી થાય એ બીજા કોઈ પણ પ્રેમ કરતાં વધુ હોવાના કેટલાય કિસ્સા બન્યા છે. ઝાંસીમાં પણ આવો જ કિસ્સો બન્યો છે. પંચાવન વર્ષના ખેડૂત સંજીવ પરિહાર અને ૫૦ વર્ષનાં માલાને લગ્ન પછી કોઈ સંતાન ન થયું એટલે તેમણે ૧૩ વર્ષ પહેલાં બે પોમેરિયન ડૉગ ખરીદ્યાં. બિટ્ટુ અને પાયલ નામના ડૉગીને બન્ને દીકરા-દીકરીની જેમ જ રાખતાં હતાં. ૨૪ સપ્ટેમ્બરે બપોરે બિટ્ટુ અને પાયલ ઘર પાસે ફરતાં હતાં ત્યારે રખડતાં કૂતરાંનું ઝુંડ તેમને ઘેરી વળ્યું. પાયલ તો જેમતેમ કરીને ભાગીને ઘરે આવતી રહી, પણ બિટ્ટુ ફસાઈ ગયો. એને બહુ વાગ્યું હતું. સારવાર કરાવ્યા છતાં એ ન બચ્યો. પતિ-પત્ની બહુ દુખી થયાં અને શોકમાં ડૂબી ગયાં. તેને જ્યારે દફનાવ્યો એ દિવસે ઘરમાં રસોઈ પણ નહોતી કરી. ખાધાપીધા વિના બન્ને બેસી રહ્યાં હતાં. બિટ્ટુ મૃત્યુ પામ્યો એ પછી એના બારમા-તેરમાની વિધિ પણ કરી અને સગાંસંબંધીઓ, ગામના લોકો મળીને કુલ ૧૦૦૦ જેટલા લોકોને જમાડ્યા હતા. પ્રયાગરાજ જઈને ગંગાજીમાં બિટ્ટુનાં અસ્થિનું વિસર્જન પણ કર્યું હતું.