સોશ્યલ મીડિયા પર આ ભાઈનો વિડિયો જોઈને કોઈકે લખેલું, ‘આને તો સૌથી મોંઘી ટોપીનો રેકૉર્ડ પણ મળવો જોઈએ.’
ગ્રેગરી દ સિલ્વા
કોઈ પોતાના માથા પર પહેરેલી ટોપીમાં કેટલાં ઈંડાં સમાવી શકે? પંદર-પચીસ કે પચાસ? ગ્રેગરી દ સિલ્વા નામના ભાઈએ આપણી કલ્પનાની તમામ હદો વટાવી દીધી છે. તેમણે માથા પર પહેરેલી હૅટમાં ૭૩૫ ઈંડાં બૅલૅન્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ માટે તેણે જાયન્ટ સાઇઝની ટોપી બનાવી હતી અને એ ટોપીની સાથે ત્રણ દિવસ સુધી ઈંડાં અટૅચ કરવામાં લાગ્યા હતા. એ પછી એ ટોપી માથે મૂકીને કોઈ જ સપોર્ટ વિના સંતુલન જાળવીને ઊભો રહી ગયો હતો. આ સ્ટન્ટ દરમ્યાન એક પણ એગ ફૂટવું ન જોઈએ એ પૂર્વશરત હતી જે પૂરી થઈ હતી અને ગ્રેગરીભાઈના નામે સૌથી વધુ ઈંડાંવાળી ટોપી પહેરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાઈ ગયો હતો. સોશ્યલ મીડિયા પર આ ભાઈનો વિડિયો જોઈને કોઈકે લખેલું, ‘આને તો સૌથી મોંઘી ટોપીનો રેકૉર્ડ પણ મળવો જોઈએ.’


