અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી કિમ્બર્લી સ્પેન્સર નામની મહિલાએ પાળેલા ડૉગીનો જીવ બચાવવા માટે તળાવમાં સાડાછ ફુટ લાંબા મગર સાથે બાથ ભીડી હતી. કિમ્બર્લી તળાવકિનારે ડૉગીને લઈને વૉક કરવા ગઈ હતી. અચાનક પાણીમાંથી મગર આવ્યો અને ઝપટ મારીને ડૉગીને પકડી લીધો.
કિમ્બર્લી સ્પેન્સર
અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી કિમ્બર્લી સ્પેન્સર નામની મહિલાએ પોતાના પાળેલા ડૉગીનો જીવ બચાવવા માટે તળાવમાં સાડાછ ફુટ લાંબા મગર સાથે બાથ ભીડી હતી. કિમ્બર્લી તળાવકિનારે ડૉગીને લઈને વૉક કરવા ગઈ હતી. ડૉગી તળાવની કિનારીએ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક પાણીમાંથી મગર બહાર આવ્યો અને ઝપટ મારીને ડૉગીને પકડી લઈને પાણીમાં જતો રહ્યો. ડૉગીના આગળના પગવાળો ભાગ મગરના મોઢામાં હતો. એ સમયે કિમ્બર્લી કંઈ લાંબું વિચાર્યા વિના સીધી મગર પર તૂટી પડી. મગરની પીઠ પર જ તે કૂદી ગઈ અને પાછળથી જડબામાં હાથ નાખીને તેના જડબાની પકડ ઢીલી કરી દેતાં કૂતરો મગરના જડબામાંથી છટકી ગયો હતો. એ પછી તરત તે ડૉગીને લઈને પાણીમાંથી બહાર આવી ગઈ હતી. જોકે મહિલા અને ડૉગીને ખાસ્સી ઈજા થઈ હતી, પણ બન્નેના જીવ બચી ગયા હતા.


