Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંચ દુલ્હનો જાન લઈને એક જ પરિવારમાં પહોંચી, કાકા-બાપાના પાંચ ભાઈઓએ એકસાથે લગ્ન કર્યાં

પાંચ દુલ્હનો જાન લઈને એક જ પરિવારમાં પહોંચી, કાકા-બાપાના પાંચ ભાઈઓએ એકસાથે લગ્ન કર્યાં

Published : 01 May, 2026 01:31 PM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ પિતરાઈ ભાઈઓ માટે પાંચ અલગ-અલગ ગામથી દુલ્હનો જાન લઈને આવી હતી

પાંચેય જાન એક જ પરિવારની મહેમાન બની અને આખું ગામ યજમાન

અજબ ગજબ

પાંચેય જાન એક જ પરિવારની મહેમાન બની અને આખું ગામ યજમાન


ઉત્તરાખંડના ચકરાતા ક્ષેત્રના ખારસી ગામમાં બુધવારે એક અનોખો નજારો જોવા મળ્યો. આ ગામમાં પાંચ દુલ્હનો જાન લઈને એક જ પરિવારના માંડવે પહોંચી હતી. ખારસી ગામમાં એક સંયુક્ત પરિવારમાં રહેતા બે ભાઈઓ દૌલતસિંહ ચૌહાણ અને મોહન સિંહ ચૌહાણનાં છ સંતાનોના એકસાથે લગ્ન લેવાયાં હતાં. તેમને પાંચ દીકરાઓ અને એક દીકરી છે. પાંચેય પિતરાઈ ભાઈઓએ એક જ માંડવે બેસીને લગ્ન કર્યાં હતાં અને સ્થાનિક રિવાજ મુજબ અહીં જાન લઈને દુલ્હન આવી હતી. પરિવારની એકમાત્ર દીકરીનાં લગ્ન પણ એ જ પ્રથાથી થયાં અને દીકરીની જાન લઈને પરિવારજનો દીકરીના સાસરે ગયા હતા. ઉત્તરાખંડમાં જોજોડા પ્રથા તરીકે ઓળખાતી આ પ્રથા ઘણા વખત પછી જોવા મળી હતી.

પાંચ પિતરાઈ ભાઈઓ માટે પાંચ અલગ-અલગ ગામથી દુલ્હનો જાન લઈને આવી હતી. પાંચેય જાન એક જ પરિવારની મહેમાન બની અને આખું ગામ યજમાન. દૌલતસિંહ ચૌહાણ અને મોહન સિંહ ચૌહાણનો પરિવાર સાથે જ રહે છે અને ઑલરેડી તેમના પરિવારમાં ૩૦ સભ્યો છે. લગ્ન પછી હવે એમાં પાંચ વહુઓનો ઉમેરો થશે. ચૌહાણભાઈઓનું કહેવું છે કે તેમના પરિવારજનોને ક્યારેય અલગ થવાનો વિચાર પણ નથી આવ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 01:31 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK