આટલાં બધાં પ્રાણીઓનાં મૃત્યુ થતાં હવે મરઘીઓ ક્યાંથી લવાઈ હતી એની તપાસ શરૂ થઈ છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
પૂર્વ એશિયાના વિયેટનામ દેશના લૉન્ગ એન રાજ્યના માય ક્વીન સફારીમાં ગયા વર્ષે ૬થી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૨૭ વાઘ અને ૩ સિંહનાં મૃત્યુ થયાં હતાં. આ પ્રાણીઓનાં પોસ્ટમૉર્ટમ કર્યાં ત્યારે બર્ડ ફ્લુને કારણે મૃત્યુ પામ્યાની ખબર પડી હતી. ગયા મહિનાની શરૂઆતમાં પણ રિસૉર્ટમાં ૨૦ વાઘ મૃત્યુ પામ્યા છે. ડોંગ નાઇ રાજ્યના રોગ નિયંત્રણ કેન્દ્રના એક અધિકારી ફાન વાન ફુકે કહ્યું હતું કે રિસૉર્ટમાં વાઘને ચિકન ખવડાવાયું હતું એટલે શક્ય છે કે મરઘી બીમાર હોય અને એને કારણે વાઘને ચેપ લાગ્યો હોય. આટલાં બધાં પ્રાણીઓનાં મૃત્યુ થતાં હવે મરઘીઓ ક્યાંથી લવાઈ હતી એની તપાસ શરૂ થઈ છે.