લોકોમાં રીલ બનાવવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે તેમને વિવેક કે સન્માનનું ભાન રહેતું નથી. દિવાળીના તહેવારમાં હૈદરાબાદના સિકંદરાબાદનો એક વિડિયો બહુ વાઇરલ થયો હતો.
અજબગજબ
રીલ બનાવવા માટે મહાત્મા ગાંધીના મોઢામાં ફટાકડા ફોડ્યા
લોકોમાં રીલ બનાવવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે તેમને વિવેક કે સન્માનનું ભાન રહેતું નથી. દિવાળીના તહેવારમાં હૈદરાબાદના સિકંદરાબાદનો એક વિડિયો બહુ વાઇરલ થયો હતો. બાપુજીનગરમાં રહેતા ચાર જણે રીલ બનાવવા માટે મહાત્મા ગાંધીના મોઢામાં ફટાકડા ફોડ્યા હતા. વિડિયો વાઇરલ થયા પછી પોલીસે ફટાકડા ફોડનારા બે સગીર સહિત ચાર જણને ઓળખીને તેમની અટકાયત કરી છે અને કાર્યવાહી કરવા માટે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે. આ રીતે ફટાકડા ફોડવાને કારણે બાપુની પ્રતિમાને નુકસાન પણ પહોંચ્યું છે.