ફ્લાઇટ ઇટલી પહોંચી ત્યારે કપલને તેમની જ સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું જેથી ડેડ-બૉડીને નીચે ઉતારી શકાય. મિશેલે આ અનુભવને જિંદગીનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો.
મિશેલ રિન્ગ અને જેનિફર કૉલિન
ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી કતારના દોહા જઈ રહેલી ૧૫ કલાકની એક નૉન-સ્ટૉપ ફ્લાઇટમાં એક કપલે એક મહિલાની ડેડ-બૉડીની પાસે બેસીને પ્રવાસ કરવાનો વારો આવ્યો હતો.
આ ફ્લાઇટમાં પ્રવાસ દરમ્યાન એક મહિલા પ્રવાસીનું અચાનક મૃત્યુ થયું હતું. ક્રૂ-મેમ્બર્સે આ મહિલાને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે મહિલા જીવી શકી નહોતી. આ મહિલાની ડેડ-બૉડીને બિઝનેસ ક્લાસની સીટમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પૅસેજ સાંકડો હોવાને કારણે આમ શક્ય નહોતું. આ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા મિશેલ રિન્ગ અને જેનિફર કૉલિન પાસે બે વધારાની સીટ હતી. ક્રૂ-મેમ્બર્સે આ કપલને સીટ બદલવાની વિનંતી કરી જેથી મહિલાની ડેડ-બૉડીને ત્યાં રાખી શકાય. મિશેલે જણાવ્યું કે તેણે જોયા-વિચાર્યા વિના સીટ બદલવાની સહમતી આપી દીધી જેના પછી તેની સીટ પાસેની સીટ પર ડેડ-બૉડી રાખવામાં આવી. મિશેલે જણાવ્યું કે તેને ચાર કલાક સુધી ડેડ-બૉડીની પાસે બેસીને પ્રવાસ કરવો પડ્યો હતો. ફ્લાઇટ ઇટલી પહોંચી ત્યારે કપલને તેમની જ સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું જેથી ડેડ-બૉડીને નીચે ઉતારી શકાય. મિશેલે આ અનુભવને જિંદગીનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો.


