Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૭ વર્ષની એક મહિલાએ ૧૨ વર્ષની કન્યા બની, દત્તક દીકરી બનીને પરિવારને ૧૪ મહિના સુધી મૂરખ બનાવ્યો

૩૭ વર્ષની એક મહિલાએ ૧૨ વર્ષની કન્યા બની, દત્તક દીકરી બનીને પરિવારને ૧૪ મહિના સુધી મૂરખ બનાવ્યો

Published : 08 June, 2026 12:42 PM | IST | Brazil
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે પોતાને ઑટિઝમની તકલીફ હોવાનો ડોળ કર્યો હતો. તે આ ઉંમરે પણ બેબી બૉટલ્સ અને પૅસિફાયર્સ વાપરતી હતી

બ્રાઝિલના સૅન્ટા કૅટરિનાની પોલીસે ૩૭ વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી

અજબ ગજબ

બ્રાઝિલના સૅન્ટા કૅટરિનાની પોલીસે ૩૭ વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી


બ્રાઝિલના સૅન્ટા કૅટરિનાની પોલીસે ૩૭ વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. તેણે ગૅબ્રિઅલ નામનો ઉપયોગ કરીને ૧૨ વર્ષની કન્યા હોવાનું નાટક કર્યું હતું. તેણે પોતાને ઑટિઝમની તકલીફ હોવાનો ડોળ કર્યો હતો. તે આ ઉંમરે પણ બેબી બૉટલ્સ અને પૅસિફાયર્સ વાપરતી હતી અને અચાનક રાત્રે પૅનિક અટૅક આવ્યો હોવાનું નાટક પણ કરતી હતી. તેણે પોતાના વિકસિત પુખ્ત શરીર માટે બહાનું આપ્યું હતું કે તેને હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ આપીને બાળપણમાં ખૂબ ટૉર્ચર કરવામાં આવી હતી. આ બધાં નાટક સાથે તેણે પોતાની જાતને ૧૨ વર્ષની કન્યા હોવાનું ગણાવ્યું હતું જેથી એક પરિવારે તેને દત્તક લીધી હતી. તેની ઑટિઝમની તકલીફો માટે દવા કરાવીને તેને સાજી કરવા માટે પરિવારે ખૂબ મહેનત કરી હતી, પરંતુ ગૅબ્રિઅલ પર એની કોઈ જ અસર નહોતી થતી. ઇન ફૅક્ટ, ક્યારેક-ક્યારેક તેનું વર્તન પુખ્તો જેવું થઈ જતું હતું એટલે પરિવારજનોને પણ તેના પર શક જવા લાગ્યો. જોકે આ બહેન ૧૪ મહિના સુધી પરિવારને ઉલ્લુ બનાવતાં રહ્યાં એ પછી તેની અસલિયતનો પર્દાફાશ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 12:42 PM IST | Brazil | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK