Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જર્મનીના મ્યુઝિયમમાં ઈલૉન મસ્ક, માર્ક ઝકરબર્ગ અને જેફ બેઝોસના ચહેરાવાળા રોબો ડૉગ્સ ફરે છે

જર્મનીના મ્યુઝિયમમાં ઈલૉન મસ્ક, માર્ક ઝકરબર્ગ અને જેફ બેઝોસના ચહેરાવાળા રોબો ડૉગ્સ ફરે છે

Published : 02 May, 2026 01:56 PM | IST | Berlin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આર્ટિસ્ટે એ જાહેર નથી કર્યું કે મ્યુઝિયમમાં રખડતા રોબો ડૉગ્સ પર ઈલૉન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ, કિમ જૉન્ગ ઉન જેવા લોકોના ચહેરા કેમ આપવામાં આવ્યા છે?

જર્મનીના મ્યુઝિયમમાં ઈલૉન મસ્ક, માર્ક ઝકરબર્ગ અને જેફ બેઝોસના ચહેરાવાળા રોબો ડૉગ્સ ફરે છે

જર્મનીના મ્યુઝિયમમાં ઈલૉન મસ્ક, માર્ક ઝકરબર્ગ અને જેફ બેઝોસના ચહેરાવાળા રોબો ડૉગ્સ ફરે છે


જર્મનીના બર્લિન મ્યુઝિયમમાં આજકાલ કેટલાક રોબો ડૉગ્સ બહુ ચર્ચામાં છે. અહીં મ્યુઝિયમમાં કેટલાક રોબો ડૉગ્સ ફરતા જોવા મળે છે જેના ચહેરા જાણીતી પશ્ચિમી હસ્તીઓના છે. આ એક ખાસ ઇન્સ્ટૉલેશન છે જેનું શીર્ષક છે રેગ્યુલર ઍનિમલ્સ. અમેરિકાના આર્ટિસ્ટ બીપલે આ આર્ટ તૈયાર કરી છે. બીપલનું સાચું નામ માઇક વિન્કલમૅન છે. તે એક જાણીતો ડિજિટલ આર્ટિસ્ટ છે જે રોજ એક નવી ડિજિટલ ઇમેજ બનાવીને પોસ્ટ કરે છે. બીપલે બનાવેલા આ સેલિબ્રિટી રોબો ડૉગ્સ બર્લિન મ્યુઝિયમમાં અહીંતહીં ફરતા રહે છે. રોબોની અંદર ફિટ કરવામાં આવેલા કૅમેરાથી તેઓ ક્યારેક કોઈક સહેલાણીઓની તસવીરો પણ ખેંચે છે અને એમાંથી જ એ તસવીરની પ્રિન્ટ પણ નીકળે છે. રોબો ડૉગ દ્વારા જે તસવીરો લેવાઈ હોય છે એને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા અલગ-અલગ પર્સનાલિટી સ્ટાઇલનું સ્વરૂપ આપવામાં આવે છે. વિઝિટર્સને પોતાની તસવીરની સાથે પર્સનાલિટી સ્ટાઇલ વિશે પણ ફ્રીમાં જાણવા મળે છે. જોકે આર્ટિસ્ટે એ જાહેર નથી કર્યું કે મ્યુઝિયમમાં રખડતા રોબો ડૉગ્સ પર ઈલૉન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ, કિમ જૉન્ગ ઉન જેવા લોકોના ચહેરા કેમ આપવામાં આવ્યા છે?


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 01:56 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK