Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લૉક ખરાબ થઈ જવાથી બેલ્જિયમના સંસદસભ્ય સંસદભવનના ટૉઇલેટમાં ૧૩ કલાક ફસાઈ ગયા

લૉક ખરાબ થઈ જવાથી બેલ્જિયમના સંસદસભ્ય સંસદભવનના ટૉઇલેટમાં ૧૩ કલાક ફસાઈ ગયા

Published : 19 September, 2026 02:04 PM | IST | Belgium
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંદરથી તેમણે ખૂબ બૂમો પાડી પણ બહાર કોઈ ન હોવાથી ક્યાંયથી મદદ ન મળી

આખી રાત તેમણે ટૉઇલેટમાં જ ગાળી

અજબ ગજબ

આખી રાત તેમણે ટૉઇલેટમાં જ ગાળી


બેલ્જિયમના પાર્લમેન્ટ હાઉસમાં સેશન ચાલી રહ્યું હતું ત્યારે એક સંસદસભ્યને ટૉઇલેટના ખરાબ લૉકને કારણે આખી રાત વૉશરૂમમાં જ ગાળવાની નોબત આવી હતી. મંગળવારે સાંજે સંસદનું સેશન પૂરું થયા પછી ફ્રેડરિક ઍરેન્સ નામના સંસદસભ્ય વૉશરૂમમાં ગયા હતા. જોકે કામ પતાવીને તેઓ બહાર નીકળી જ ન શક્યા, કેમ કે દરવાજાનું લૉક ખરાબ થઈ ગયું હતું. અંદરથી તેમણે ખૂબ બૂમો પાડી પણ બહાર કોઈ ન હોવાથી ક્યાંયથી મદદ ન મળી. આખી રાત તેમણે ટૉઇલેટમાં જ ગાળી. બુધવારે સવારે જ્યારે સ્ટાફ આવ્યો ત્યારે સંસદસભ્ય અંદર ફસાઈ ગયાની ખબર પડી હતી. તરત લૉક તોડીને ઇજર્મન્સી સર્વિસે તેમને રેસ્ક્યુ કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 02:04 PM IST | Belgium | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK