Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વહીદા રહમાન બનશે ગાંધીજીનાં માતા પુતળીબાઈ

વહીદા રહમાન બનશે ગાંધીજીનાં માતા પુતળીબાઈ

Published : 19 September, 2026 02:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુભવ સિન્હા અને સુધીર મિશ્રાની આગામી ફિલ્મમાં સિનિયર ઍક્ટ્રેસ મહત્ત્વના રોલમાં જોવા મળશે, ફિલ્મમેકર અનુભવ સિન્હા અને સુધીર મિશ્રા પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સિનિયર ઍક્ટ્રેસ વહીદા રહેમાનની એન્ટ્રી થઈ છે.

વહીદા રહમાન બનશે ગાંધીજીનાં માતા પુતળીબાઈ

વહીદા રહમાન બનશે ગાંધીજીનાં માતા પુતળીબાઈ


ફિલ્મમેકર અનુભવ સિન્હા અને સુધીર મિશ્રા પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સિનિયર ઍક્ટ્રેસ વહીદા રહેમાનની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ મહાત્મા ગાંધીના જીવનના ખૂબ ઓછા જાણીતા એવા ૨૧ દિવસના સમયગાળા પર આધારિત છે. ફિલ્મમાં નૅશનલ અવૉર્ડ વિજેતા અભિનેતા મનોજ બાજપેયી મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે અને વહીદા રહમાન ફિલ્મમાં મહાત્મા ગાંધીનાં માતા પુતળીબાઈની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના ડિરેક્ટર સુધીર મિશ્રાએ વહીદા રહમાનના આ પ્રોજેક્ટ સાથે જોડાવા વિશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને એ કહેતાં ખૂબ ખુશી થઈ રહી છે કે વહીદાજી આ પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યાં છે. ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘ગાઇડ’ જેવી ફિલ્મો સાથે મારો ખૂબ ઊંડો અને અંગત સંબંધ છે. આ ફિલ્મો જોતાં-જોતાં હું મોટો થયો છું અને મોટા ભાગની ફિલ્મો મેં મોટા પડદા પર જોઈ છે. આ ફિલ્મોએ મારા દિલ અને વિચાર પર એવી છાપ છોડી છે જેને હું શબ્દોમાં સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકતો નથી. મને હજુ પણ વિશ્વાસ થતો નથી કે આ ઐતિહાસિક ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલાં વહીદાજી હવે મારા ડિરેક્શનમાં બની રહેલા પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યાં છે. મારા માટે આ ખૂબ જ ખાસ અને કોઈ સપના જેવું લાગે છે. આ ફિલ્મમાં તેમનું હોવું મારા માટે ખૂબ મોટા સન્માનની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK