Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંઉભાજીની પ્લેટમાંથી નીકળ્યું બીડીનું ઠૂંઠું, ફરિયાદ કરી તો ઝોમાટોએ આપી ૧૦૦ રૂપિયાની કૂપન

પાંઉભાજીની પ્લેટમાંથી નીકળ્યું બીડીનું ઠૂંઠું, ફરિયાદ કરી તો ઝોમાટોએ આપી ૧૦૦ રૂપિયાની કૂપન

Published : 03 September, 2026 02:08 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવું ક્યારેક કેટલું ભારે પડી શકે છે એનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો બૅન્ગલોરમાંથી સામે આવ્યો છે. અહીંના રહેવાસી પ્રિયમ તહાબિલદારે ફૂડ ડિલિવરી ઍપ ઝોમાટો દ્વારા ખૂબ જ ઉત્સાહથી પાંઉભાજી ઑર્ડર કરી હતી.

પાંઉભાજીની પ્લેટમાંથી નીકળ્યું બીડીનું ઠૂંઠું, ફરિયાદ કરી તો ઝોમાટોએ આપી...

પાંઉભાજીની પ્લેટમાંથી નીકળ્યું બીડીનું ઠૂંઠું, ફરિયાદ કરી તો ઝોમાટોએ આપી...


ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવું ક્યારેક કેટલું ભારે પડી શકે છે એનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો બૅન્ગલોરમાંથી સામે આવ્યો છે. અહીંના રહેવાસી પ્રિયમ તહાબિલદારે ફૂડ ડિલિવરી ઍપ ઝોમાટો દ્વારા ખૂબ જ ઉત્સાહથી પાંઉભાજી ઑર્ડર કરી હતી. જોકે ડિલિવરી આવ્યા બાદ જ્યારે તેણે પૅકિંગ ખોલ્યું ત્યારે તેની ભૂખનો ધુમાડો થઈ ગયો હતો. પાંઉભાજી સાથે આપેલા સમારેલા કાંદાની બરાબર ઉપર એક સળગેલી બીડીનું ઠૂંઠું પડ્યું હતું. પ્રિયમે તરત જ આ અનોખી પાંઉભાજીની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી અને વ્યંગમાં લખ્યું કે ‘ઝોમાટોમાંથી પાંઉભાજી મગાવી હતી અને સાથે સળગેલી બીડી સાવ મફત મળી. પ્રામાણિકતાથી કહું તો મને આવી ફ્રી ઑફરની બિલકુલ જરૂર જ નહોતી.’ આ ઘટના વાઇરલ થતાં જ ઝોમાટોના કસ્ટમર કૅરે પ્રિયમનો સંપર્ક કર્યો અને આટલી મોટી બેદરકારીના બદલામાં તેને માત્ર ૧૦૦ રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન ઑફર કરી.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 02:08 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK