Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિન્કુ રાજગુરુ અને શાંતનુ મહેશ્વરીની ફિલ્મ સહિયાને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઇનકાર

રિન્કુ રાજગુરુ અને શાંતનુ મહેશ્વરીની ફિલ્મ સહિયાને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઇનકાર

Published : 03 September, 2026 02:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિન્કુ રાજગુરુ અને શાંતનુ મહેશ્વરીની ફિલ્મ ‘સહિયા’ રિલીઝ પહેલાં જ વિવાદમાં આવી છે. નક્સલવાદ અને હિંસાને લઈને CBFCએ સર્ટિફિકેશન પર રોક લગાવી છે.

રિન્કુ રાજગુરુ અને શાંતનુ મહેશ્વરી

રિન્કુ રાજગુરુ અને શાંતનુ મહેશ્વરી


મરાઠી બ્લૉકબસ્ટર ‘સૈરાટ’થી સમગ્ર દેશમાં ઓળખ બનાવનાર ઍક્ટ્રેસ રિન્કુ રાજગુરુ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળેલા શાંતનુ મહેશ્વરીની આગામી હિન્દી ફિલ્મ ‘સહિયા’ રિલીઝ પહેલાં જ વિવાદમાં આવી ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મમાં નક્સલવાદ અને જરૂરિયાત કરતાં વધુ હિંસાની આશંકા વ્યક્ત કરીને એના સર્ટિફિકેશન પર રોક લગાવવામાં આવી છે.
ફિલ્મમાં રિન્કુ રાજગુરુ, શાંતનુ મહેશ્વરી અને દિગ્ગજ અભિનેતા નીરજ કબી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યાં એક સામાન્ય આદિવાસી દંપતી પોતાનો જીવ બચાવવા અને સંઘર્ષમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ મામલે સેન્સર બોર્ડની આપત્તિઓને સદંતર નકારી કાઢતાં મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ કોઈ પણ રીતે હથિયારો કે નક્સલવાદનું સમર્થન કરતી નથી. મેકર્સનું કહેવું છે કે માત્ર વાર્તાની પૃષ્ઠભૂમિ આદિવાસી વિસ્તારની છે, એનો અર્થ એ નથી કે ફિલ્મ નક્સલવાદને પ્રોત્સાહન આપે છે, ફિલ્મનો મૂળ સંદેશ હિંસાનો વિરોધ અને માનવીય સંબંધોના સંઘર્ષને દર્શાવવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK