ખોદકામ કરતાં ખૂબ ઊંડેથી તેમને પંચધાતુની ૩ મૂર્તિઓ મળી આવી હતી.
ખોદકામ કરતાં પંચધાતુની ૩ મૂર્તિઓ મળી આવી હતી.
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લાના ઓન્તિમત્તા ગામમાં શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો બહાર આવ્યો છે. એક યુવાનને ભગવાને સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે તેને ભગવાન એક ચોક્કસ પહાડીના ટેકરા પર મળશે. યુવાને પોતાના સપનાની વાત ગામલોકોને જણાવી. ગામના ભોળા લોકો હંમેશાં આવી શ્રદ્ધાની વાત જલદી માની જતા હોય છે. ગામના બે-ચાર જણે યુવાનને સાથ આપ્યો અને તેમણે પહાડના એ ટેકરાને ખોદવાનું શરૂ કર્યું. ખોદકામ કરતાં ખૂબ ઊંડેથી તેમને પંચધાતુની ૩ મૂર્તિઓ મળી આવી હતી.


