૨૦ વર્ષ પહેલાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસના IPOમાં દસ હજાર રૂપિયા રોક્યા હોત તો ૪.૫ લાખ રૂપિયા થયા હોત
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
૨૦૦૪માં ૨૫ ઑગસ્ટે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનો IPO આવ્યો હતો અને એ ૭.૭ ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. ઇશ્યુ ૪૧ ટકા પ્રીમિયમ પ્રાઇસ સાથે ખૂલ્યો હતો અને એની કિંમત હતી ૮૫૦ રૂપિયા. આ ઘટનાને પૂરાં ૨૦ વર્ષ થયાં છે. ૨૦૦૪ની ૨૫ ઑગસ્ટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) કંપની લિસ્ટ થઈ હતી. આ પ્રસંગે ફાઇનૅન્શિયલ એક્સપ્રેસે વિશ્લેષણ કર્યું હતું કે જો કોઈએ એ વખતે TCSમાં ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો એ આજે ૨૦ વર્ષ બાદ ૪.૫ લાખ રૂપિયા જેટલું થયું હોત.