સૌરભ રાજપૂતની ભયાનક હત્યાની તપાસ દરમિયાન અનેત વિગતો જાહેર થઈ રહી છે, આરોપી મુસ્કાનની માતા કવિતાએ ભાવુક અપીલ કરી, "હું બધા બાળકોને કહેવા માગુ છું કે તમારા માતા-પિતાથી ક્યારેય કંઈ છુપાવશો નહીં. મારી દીકરીએ મોટી ભૂલ કરી છે. હું તેને સતત પૂછતી હતી કે સમસ્યા શું છે, પરંતુ તેનું વજન ઘટતું રહ્યું; તેણે 2 વર્ષમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે અમારાથી ઘણી બધી બાબતો છુપાવી હતી અને તેથી જ તે આજે જેલમાં છે. અમને કોઈ ખ્યાલ નહોતો કે તેનું બ્રેઇન વૉશ કરવામાં આવ્યું હતું કે તે ડ્રગ્સ લેતી હતી... જો તેણે અમારી સાથે કંઈક શેર કર્યું હોત, તો તે આ સ્થિતિમાં ન હોત..."