હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત `વન નેશન, વન ઇલેક્શન` બિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પ્રતિબિંબિત કરે છે. મુખ્યમંત્રી સૈનીએ આરોપ મૂક્યો કે અગાઉ ચૂંટણી દરમિયાન જાહેર નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પત્રકારોને સંબોધતાં તેઓએ કહ્યું, "આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ છે. તેઓએ પ્રસ્તાવ મૂક્યો કે ચૂંટણી `વન નેશન, વન ઇલેક્શન` ધોરણ હેઠળ યોજાવા જોઈએ. અગાઉ, ચૂંટણી દરમ્યાન જાહેર નાણાંનો દુરુપયોગ થતો હતો. દર 3-4 મહિનામાં યોજાતી વારંવારની ચૂંટણીના કારણે વિકાસની ગતિ પર પણ અસર થતી હતી, કારણ કે વારંવાર મોડલ કોડ ઓફ કંડક્ટ લાગુ થતો. હું આ નિર્ણયનું સ્વાગત કરું છું, કારણ કે આથી તિજોરી પર નાણાકીય ભાર ઘટાડાશે."